સુરત નજીક અકસ્માતની બે વિભિન્ન ઘટનાઓમાં પાંચ આશાસ્પદ યુવકોના મોત

  • Gujarat
  • February 15, 2025
  • 0 Comments
  • સુરત નજીક અકસ્માતની બે વિભિન્ન ઘટનાઓમાં પાંચ આશાસ્પદ યુવકોના મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં પ્રતિદિવસ વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સુરત નજીક બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતમાં પાંચ આશાસ્પદ યુવકોના મોત થયા હોવાના ચોંકાવનારા અને દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.

એક અકસ્માતમાં વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા. તે ઉપરાંત અન્ય એક અકસ્માતમાં ઉમરાથી અઠવાગેટ જતી વખતે પારલે પોઇન્ટ બ્રીજ પર બે યુવકો બાઇક લઇને ડિવાઇડર સાથે અથડાઇ જતાં બેના મોત નીપજ્યા છે.

આમ સુરતની આસપાસ બનેલી અકસ્માતની બે ઘટનાઓમાં પાંચ યુવાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતના સમાચાર પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે.

આ પણ વાંચો-મહાકુંભમાં બે વિવિધ અકસ્માતમાં 14 લોકોના મોત; 4 ગુજરાતી

ઇકો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 3 યુવકોએ ગુમાવ્યો જીવ

સુરતના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અક્સ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ યુવકોના મોત નીપજ્યા છે. આ ત્રણેય યુવક સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો છે.

અકસ્માત સર્જાતા આસપાસમાંથી સ્થાનિક રહીશો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી અને અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડિવાઈડર બન્યું જીવલેણ

સુરત નજીક પારલે પોઇન્ટ બ્રિજ પર બાઇક લઇને જઇ રહેલા યુવકોની બાઇક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવકોના મોત નીપજ્યા હતા.

મળી રહેલી માહિતી અનુસાર ત્રણ મિત્રો ઉમરાથી અઠવાગેટ જઇ રહ્યા હતા તે દરમિયાન પારલે પોઇન્ટ બ્રિજ પર તેમની બાઇક ડિવાઇડર સાથે ટકરાઇ હતી. બાઇક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- ટેરર લિંકના કારણે જમ્મુ-કાશ્મીરના ત્રણ સરકારી કર્મચારી સસ્પેન્ડ

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ