સુરત: આડાસંબંધની શંકામાં 14 વર્ષના બાળકની કરપીણ હત્યા

  • Gujarat
  • February 15, 2025
  • 0 Comments
  • સુરત: આડાસંબંધની શંકામાં 14 વર્ષના બાળકની કરપીણ હત્યા

સુરતના સાયણમાં વિચિત્ર કહી શકાય તેવો હત્યાનો બનાવ બન્યો છે. આડા સંબંધના વહેમમાં 14 વર્ષના બાળકની તેના પાડોશી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિજય વસાવાએ પોતાની પત્ની સાથે મૃતક કિશોરના આડા સંબંધનો વહેમ રાખીને આ કૃત્ય આચર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મળી રહેલી માહિતી અનુસાર, બાળકની સવારના સમયે હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે મૃતક કિશોર આરોપી વિજય વસાવાના ઘરે ગયો હતો. તે સમયે કિશોર આરોપીની પત્ની સાથે ઊભો હતો. આ દરમિયાન ઘરે આવેલા વિજય વસાવાએ બંનેને સાથે જોતાં ગુસ્સામાં આવી ગયો અને એકાએક ચપ્પુ લઈને બાળક ઉપર હિચકારો હુમલો કરી દીધો હતો. આરોપીએ બાળક પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા અને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો.

બાળકની હત્યાના સમાચાર મળતા જ ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. આ ઘટનાથી સમગ્ર સાયણ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતક કિશોરનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે વ્યાપક તપાસ શરૂ કરી છે.

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!