Gujarat Local Election: મતદાન પૂર્ણ, 5,084 ઉમેદવારના ભાવિ EVMમાં સીલ, કેટલા ટકા થયું મતદાન?

  • Gujarat
  • February 16, 2025
  • 2 Comments

Gujarat Local Election 2025: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. સાંજના  6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું છે.   5,084 ઉમેદવારના ભાવિ EVM માં સીલ થયા છે. હવે આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 25.90 ટકા મતદાન

ધોળકા જિલ્લા પંચાયત 17 કોંઠમાં 28.29 ટકા

દસક્રોઈ જિલ્લા પંચાયત 1- અસલાલીમાં 16.30 ટકા

ધોળકા તાલુકા પંચાયત 11-કાશીન્દ્રામાં 23.33 ટકા

બાવખા નગરપાલિકામાં 36.75 ટકા

સાણંદ નગરપાલિકામાં 35.79 ટકા

ધંધુકા નગરપાલિકામાં 31.52 ટકા

બારેજા નગરપાલિકા વોર્ડ નં.3માં 28.91 ટકા

બારેજા નગરપાલિકા વોર્ડ નં.5માં 31.71 ટકા

ઘાટલોડિયા વોર્ડ નં-7માં 17.63 ટકા

ખેડાઃ ચૂંટણીમાં દારુ પીને ફરજ બજાવા આવેલા અધિકારી વિરુધ્ધ ફરિયાદ

ખેડાના મહેમદાવાદમાં પ્રિસાઇડિંગ ઓફિસર નશો કરી ચૂંટણીમાં ફરજ બજાવા આવતાં ફરિયાદ નોંધાઈ છે.   સવારે મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના મતદાન મથક પર પ્રિસાઈડીગ ઓફિસર વિરેન્દ્ર સુખા બારૈયા નશાની હાલતમાં મળી આવ્યો હતો. આરોપી ઓફિસર એક શાળાનો શિક્ષક હોવાની માહિતી બહાર આવી છે.

સુરેન્દ્રનગરના થાનમાં મતદારોનો હોબાળો

થાનમાં મતદારોએ મતદાન અટકાવ્યું. મતદાન મશીનો સુધી મોબાઈલ પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. વોર્ડ નંબર 3ના બુથોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે મોબાઈલ હોવાનો દાવો છે. મતદાન સમયે મોબાઈલનો ઉપયોગ કરાતા હોબાળો થયો. સ્થાનિક મતદારોએ હોબાળો મચાવી મતદાન અટકાવ્યું.

કોંગ્રેસનું બટન ન દબાતું હોવાનો આરોપ

એવામાં અનેક જગ્યાે ઈવીએમ ખૂટકાયું હોવાની માહિતી મળી રહી છે.  નવસારીના બિલીમોરા નગરપાલિકામાં મતદાન શરૂ થતા જ EVMમાં ગડબડી થતાં ઉહાપોહ થયો હતો. કોંગ્રેસે આક્ષેપ સાથે મતદાન અટક્યું હતું.  કોંગ્રેસનો આક્ષેપ હતો કે  કોંગ્રેસનું બટન ન દબાતું ન હતુ. ત્યારે સમગ્ર મામલે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

ખેડામાં પણ હોબાળો

ખેડાની ચકલાસી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં-7 મા EVMને લઈને અક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં ઈવીએમનુ બટન ન દબાતા ખામી આવતા અપક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરાઈ હતી.  પરંતુ ઇવીએમ કોઈપણ પણ ખામી ન હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો. દેવભૂમી દ્વારકા, પાટણના રાધનપુર સહિતની પાલિકાઓમાં EVM બગડવાના આક્ષેપ થયા હતા.

7થી 6 વાગ્યા સુધી થશે મતદાન

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત 66 નગરપાલિકા,અમદાવાદ, સુરત, ભાવનગરમાં ત્રણ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સાથે સાથે બોટાદ, વાંકાનેર પાલિકાની 49 બેઠકો સહિત જિલ્લા પંચાયતની 8 બેઠકો પર પેટાચૂંટણી અને ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની 78 બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ રહી છે. આ બધી જ બેઠોકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન શરું થયું છે.  જે બાદ 18 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે ચૂંટણી પરિણામ જાહેર કરી દેવાશે.

 

 

આ પણ વાંચોઃ સુરત: આડાસંબંધની શંકામાં 14 વર્ષના બાળકની કરપીણ હત્યા

Chhava film: ‘છાવા’ 4 દિવસમાં 100 કરોડની કમાણી કરી શકશે? વાંચો

Chhava film: ‘છાવા’ 4 દિવસમાં 100 કરોડની કમાણી કરી શકશે? વાંચો સમાચાર

 

 

  • Related Posts

    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
    • August 8, 2025

    Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

    Continue reading
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
    • August 7, 2025

    Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    • August 8, 2025
    • 3 views
    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    • August 8, 2025
    • 11 views
    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    • August 7, 2025
    • 10 views
    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    • August 7, 2025
    • 6 views
    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    • August 7, 2025
    • 17 views
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    • August 7, 2025
    • 15 views
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…