અમેરિકાના પૈસે ભારતમાં મતદાનનો મુદ્દો વકર્યો; PM મોદીના સલાહકારે કહ્યું, સૌથી મોટું કૌભાંડ

  • India
  • February 17, 2025
  • 0 Comments
  • અમેરિકાના પૈસે ભારતમાં મતદાનનો મુદ્દો વકર્યો; PM મોદીના સલાહકારે કહ્યું, સૌથી મોટું કૌભાંડ

અમેરિકા ભારત સાથે સંબંધ રાખવા માંગતુ નહોય તેવા કામ કરી રહ્યું છે. પીએમ મોદીની મુલાકાતથી લઈને અત્યાર સુધીમાં અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત ઉપર તેમના ફાયદાના વ્યાપારને લઈને ખુબ જ પ્રેશર બનાવીને પોતાની વાત માનવાવાનું કામ કરી રહ્યાં છે. ભારતીયોને ડિપોર્ટ કર્યા પછી ભારતમાં મતદાનને લઈને પણ અન્ય ચોંકાવનારા ખુલાસાઓ તેમની સરકાર તરફથી કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે હવે ભારતમાં હડકંપ મચવાની સાથે-સાથે વિવાદ આગળ વધી રહ્યો છે.

 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં DOGE વિભાગનું નેતૃત્વ કરી રહેલા એલોન મસ્ક ઉતાવળા નિર્ણયો લઈ રહ્યા છે. આ સંદર્ભમાં, DOGE એ ભારતમાં મતદાન વધારવા માટે નિર્ધારિત ભંડોળ રદ કરી રહ્યું હોવાની જાહેરાત કરતા બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો છે. સરકાર, ઈલેક્શન કમિશ્નર, અને શાસક પક્ષ DOGEના આ દાવાઓને ખોટા ઠેરવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે આ મુદ્દે સામો પ્રશ્ન પૂછ્યો છે કે, ભારતમાં મતદાન વધારવા માટે DOGE દ્વારા ખર્ચ કરવામાં આવેલા 2.1 કરોડ યુએસ ડોલર કોને મળ્યા?

સાન્યાલે આ મુદ્દા પર શંકા વ્યક્ત કરતા USAIDને “માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ” ગણાવ્યું છે. તેમણે X પર પોસ્ટ કરી છે કે, હું એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું કે ભારતમાં મતદાન વધારવા માટે ફાળવવામાં આવેલા 2.1 કરોડ ડૉલર કોને આપવામાં આવ્યા? તદુપરાંત બાંગ્લાદેશના રાજકીય લેન્ડસ્કેપને મજબૂત બનાવવા 2.9 કરોડ ડૉલર અને નેપાળમાં ‘ફિસ્કલ ફેડરલિઝમ’ સુધારવા માટે 2.9 કરોડ ડૉલરનું ફંડ કોના ખાતામાં ગયું? USAID એ માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે.

ભાજપ નેતા અમિત માલવિયાના દાવા પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ શું કહ્યું?

DOGEએ રવિવારે તેની પોસ્ટમાં લખ્યું હતું કે કેટલીક એવી વસ્તુઓ કે જેના પર અમેરિકન કરદાતાઓના પૈસા ખર્ચ થઈ રહ્યા છે, તેને રદ કરવામાં આવી છે. જેમાં ભારતમાં મતદાન વધારવા હેતુ ફાળવવામાં આવતું 2.1 કરોડ ડૉલરનું ફંડ પણ સમાવિષ્ટ છે. તદુપરાંત ‘કન્સોર્ટિયમ ફોર ઈલેક્શન્સ એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેથનિંગ’ હેઠળ મોલ્ડોવાનો સમાવેશ અને પાર્ટનરશીપ હેઠળની રાજકીય પ્રક્રિયા માટે 2.2 કરોડ ડૉલરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) એસવાય કુરેશીએ DOGEના ભારતને 2.1 કરોડ ડૉલરનું ફંડ આપ્યું હોવાનો દાવો નકાર્યો છે. તેમણે કહ્યું કે, હું જ્યારે ચૂંટણી પંચનો ચીફ હતો ત્યારે ECIએ 2012માં IFES ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઈલેક્ટોરલ સિસ્ટમ્સ સાથે કરાર કર્યો હતો, પરંતુ આ કરાર માત્ર તાલીમ સંબંધિત હતો, જેમાં કોઈ ફંડની વાત ન હતી. તેમાં કોઈપણ પ્રકારની નાણાકીય સહાય અથવા નાણાકીય વચનનો સમાવેશ થયો હતો.

ભાજપે આપી આકરી પ્રતિક્રિયા

DOGEના આ પગલા પર ભાજપે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના આઇટી સેલના વડા અમિત માલવિયે જણાવ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બહારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. 2.1 કરોડ ડૉલરની આ રકમ કોને આપવામાં આવી? ચોક્કસપણે શાસક પક્ષને આનાથી કોઈ ફાયદો થયો નથી. ઉલ્લેખનીય છે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

આ પમ વાંચો-કતારના અમીર શેખ તમિમ બિન હમાદને રિસિવ કરવા PM મોદી પહોંચ્યા એરપોર્ટ

Related Posts

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 2 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 4 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 3 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 5 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 12 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 16 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”