ભાજપને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી મોટી સફળતા; તમામ બેઠકો ઉપર ફરકાવ્યો કેસરિયો

  • Gujarat
  • February 18, 2025
  • 0 Comments
  • ભાજપને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી મોટી સફળતા; તમામ બેઠકો ઉપર ફરકાવ્યો કેસરિયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે-સાથે નવ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે પોતાની મોટી જીત નોંધાવી દીધી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ સારા માર્જિન સાથે જીત નોંધાવતા પાર્ટીમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ધીમે પરિણામો સામે આવી છે. ત્યારે રાજ્યમાં જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.

આ પણ વાંચો-આમ આદમી પાર્ટીએ 35 સીટો પર જીત મેળવીને રાજકીય ભવિષ્ય કર્યું સુનિશ્ચિત

તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતની 9 બેઠકોની પેટા ચૂંટણી માટે 43.67 ટકા નોંધાયું હતું. જ્યારે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% નોંધાયું હતું.

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ