
મહીસાગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાંથી આપેલા રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકે આંખ ગુમાવી છે. વીરપુરના કોયડેમના ધોરણ 2માં ભણતા બાળકને ઈજાઓ પહોંચી છે. રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે. બાળકને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે લુણાવાડા અને ત્યારબાદ અમદાવાદ દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર મહીસાગર લુણાવાડાના લાલસર ખાતે આવેલી ગાયત્રી સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતા વીરેન્દ્રસિંહ ઠાકોર નામના વિદ્યાર્થીને પ્રોજેક્ટ માટે કીટ આપવામાં આવી હતી. જે કીટમાં રહેલા કોઈ રામકડામાં બ્લાસ્ટ થતાં બાળકને આંખનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ રમકડામાં રહેલી લિથિયમ બેટરીમાં બ્લાસ્ટ થયો હતો.