
યાત્રાધામ વીરપુરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે દવા પીને આપઘાત કરી લીધો છે. મૃતક અમરેલી જીલ્લાનો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહની પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આજે સોમવારે રાજકોટમાં આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ વીરપુરમાં આઘાતજનક ઘટના ઘટી છે. એક વ્યક્તિએ કોઈ કારણોસર ઝેરી દવા પી જીવનલીલા સંકોલી લીધી છે. 45 વર્ષિય તેજસ સગર નામના યુવકે આપઘાત કરી લીધો છે. તે મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવકે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હોવાનું બહાર આવ્યુ છે. મૃતકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. વીરપુર પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. જો કે આપઘાત પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
આ પણ વાંચોઃ કોલકાતા રેપ-હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચૂકાદોઃ દોષિત સંજય રોયને આજીવન કેદ