
Paresh Dhanani: ગુજરાત ભાજપમાં અસંતોષ-જૂથવાદ અને ટાંટિયા ખેંચના તમાશા વચ્ચે સીઆર પાટીલ જેવા પ્રદેશ પ્રમુખ પદ ઉપરથી હઠયા કે તરતજ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ ગઈ અને આવી રહેલી આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી આમ આદમી પાર્ટીએતો ક્યારનાય પોતાના ચોકઠાં ગોઠવી જનતામાં ફરી રહ્યા છે પ્રચાર કરી રહયા છે ખેડૂતોના કડદા પ્રથા આંદોલનને ટેકો આપી રહયા છે બોટાદ મચેલા તોફાનોમાં અખબારોની હેડ લાઈનમાં રહ્યા બાદ સુદામડામાં ખેડૂત સંમેલનમાંતો કેજરીવાલ અને ભગવત માન જેવા નેતાઓ છવાઈ ગયા હવે મોડે મોડે કોંગ્રેસ પણ જાગી છે અને તેઓને પણ ખેડૂતોની ચિંતા થવા લાગી છે અને અમરેલી જિલ્લાથી ખેડૂતોને સાથ આપવા દોડી ગયા છે. કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી વડિયાથી ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.
આ આદોલન 8 નવેમ્બર સુધી જિલ્લાના અલગ-અલગ તાલુકામાં યોજાશે. આંદોલનના પ્રથમ દિવસે પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ભાજપ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા છે. પરેશ ધાનાણીએ ‘આપ’ અને ‘બાપ’ બંનેને એક જ માની પેદાશ ગણાવ્યા હતા. એ બાદ સિંગ અને કપાસના ઝીંડવા માથે ઉપાડી વડિયા મામલતદાર કચેરી પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાયની માગ કરી હતી.
હકીકતમાં કોંગ્રેસના પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ભાજપ અને આમ આદમી પાર્ટીને પરેશ ધાનાણીએ ‘આપ’ અને ‘બાપ’ બંનેને એક જ માની પેદાશ ગણાવતા હવે ત્રિપાંખીયો જંગ જામી પડ્યો છે.
ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો અત્યારથી પોતાનું સ્થાન બનાવી રહયા છે.
ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ કહ્યું કે ‘આપ’ અને ‘બાપ’ બંને એક જ છે તેનું ઉદાહરણ આપતા જણાવ્યું કે બંનેએ કુલડીમાં ગોળ ભાંગ્યો છે કેવી રીતે તે સમજાવતા તેમણે કહ્યું કે વિસાવદરના ખેડૂતોના મતોથી ચૂંટાયેલા ગોપાલભાઈએ જાહેરાત કરી છે કે દાદાની સરકાર એક હેકટરે 50 હજાર રુપિયા એટલે કે એક વિઘાના 8 હજાર રુપિયા જાહેર કરશે તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જઇશ ત્યારે સવાલ થાય કે ગોપાલભાઈએ સરકાર સાથે પેકેજ નક્કી કેવી રીતે કરી લીધુ?’
ઇટાલિયાને સવાલ કરતા ધાનાણીએ જણાવ્યું કે, મારે ખેડૂતો વતી એમને પુછવું છે કે, ખેડૂતોને વીઘે રૂ. 17 હજાર ખર્ચ થયો છે અને તેની સામે માત્ર 8 હજાર રુપિયા જ અપાવવાના પક્ષમાં છો? અને દાદાના દરબારમાં મુજરો કરવા પણ જશો?તમે ગુજરાતના ખેડૂતને આ રીતે ગીરવે મુકી શકશો નહીં. તેમણે કહ્યું કે ભાઈ ગોપાલ, તમે સરકાર સાથે પેકેજ નક્કી કરી લીધુ હોયતો કંઇ વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને એક વિધે જ્યારે રૂ.50 હજારનું નુકસાન ગયું હોય ત્યારે તેનું પેકેજ નક્કી કરવા માટેનો અધિકાર તમારો નથી જગતના તાતનો છે તમે ગીરવે મુકાઈ જાવ પણ ખેડૂતોને રહેવા દો.
જ્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે પણ આમ આદમી પાર્ટી અને ભાજપ બંન્નેને એક જણાવી કહ્યું કે જ્યારે મનમોહનની સરકાર હતી ત્યારે કપાસના ભાવ 1400 રુપિયા હતા, શીંગના ભાવ 900 રુપિયા હતા. સોયાબીનના ભાવ વર્ષ 2014માં હતા, ત્યારે ખાતરનો શું ભાવ હતો? ત્યારે બિયારણ કે ટ્રેક્ટરનો શું ભાવ હતો? એ ભાવ અને આજનો ભાવ કમ્પેર કરજો એટલે ખેડૂતોની વેદના સમજાશે. ત્યારે ખેડૂતોના ઉત્પાદનનો ભાવ વધુ મળતો હતો ને સામે બિયારણ કે અન્ય વસ્તુનો ભાવ ઓછો હતો અને એની સામે આજે ઉલ્ટું થઇ ગયું છે. ખેડૂતોના ઉત્પાદનનો ભાવ ઘટતો જાય છે અને સામે ખાતરના ભાવ વધતા જાય છે.
આમ,ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ બાદ એક તરફ ખેતી બરબાદ થઈ ચૂકી છે ત્યારે ભાજપ એક તરફ સર્વે કરાવી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ પણ મેદાનમાં ઉતર્યું છે અને સૌ પોતપોતાની રીતે કાર્યક્રમો યોજી એકબીજા વિરુદ્ધ નિવેદન કરી રહયા છે ત્યારે ખેડૂતો પોતાને યોગ્ય વળતર મળે અને તેવી આશા રાખીને બેઠા છે.
આ પણ વાંચો:
કડદાનો વિરોધ કરનારા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ બે ફરિયાદ, શું છે કારણ? | Raju Karpada
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ
‘દારૂબંધી’નો અમલ ક્યાં?’ અહીં છૂટથી મળી રહ્યો છે દારૂ!’, ભાજપ મંત્રીએ પોતાની જ સરકારની ખોલી પોલ!








