
બોટાદમાં મહાપંચયાત યોજી કડદા પ્રથાનો વિરોધ કરનારા AAP નેતા રાજુ કરપડા( Raju Karpada ) અને પ્રવીણ રામ(Pravin Ram) વિરુધ્ધ વધુ બે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. આરોપ છે કે તેઓ જેલમાં બંધ હોવા છતાં સોશિયલ મિડિયા એકાઉન્ટ એક્ટિવ હતા. જેના કારણે તેમના વિરુધ્ધ વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે.
બોટાદમાં ખેડૂતોને ન્યાય અપાવવા ઉતરેલા AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ હાલ જેલમાં બંધ છે. બોટાદમાં 12 ઓક્ટોબરે યોજેલી મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતુ. જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસની ગાડી ઉધી પાડી દેવામાં આવી હતી. જે બાદ પોલીસે પણ ભાગવું પડ્યું હતુ. મામલો થાળે પડવા દઈ પોલીસે ખેડૂતોને ઘરમાં ખેંચી લાવીને પોલીસે માર માર્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જેમાં AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક સાથે 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. 67 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારે હવે જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવિણ રામ વિરુધ્ધ વધુ બે ફરિયાદો જેલ તંત્રએ નોંધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આરોપ છે કે જેલમાં બંધ છતાં બંને નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ હતા. જેના કારણે બંને નેતાઓ વિરુદ્ધ વધુ બે ફરિયાદ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા જેલ તંત્રએ ફરિયાદ નોંધી છે. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી અને લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવવામાં આવ્યા છે. રાજુ કરપકડા, પ્રવિણ રામ સહિત અન્ય ખેડૂતો પર હત્યાના પ્રયાસ, દંગા અને પોલીસ પર હુમલાના આરોપો છે. AAP અને ખેડૂત સંગઠનોએ તેમની મુક્તિ માટે માંગ કરી છે, પરંતુ હજુ જામીન મળ્યા નથી.
કડદા પ્રથાનો વિરોધ કેમ?
બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં કપાસ અને અન્ય પાકોના વેચાણ દરમિયાન થતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા એ ખેડૂતો માટે અન્યાયી અને શોષણાત્મક વ્યવસ્થા છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને તેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. આમ આદમી પાર્ટી (AAP) અને ખેડૂત સંગઠનોના નેતૃત્વમાં ઓક્ટોબર 2025માં થયેલા વ્યાપક આંદોલનો દ્વારા આ પ્રથા બંધ કરાવવામાં આવી, પરંતુ તેના મૂળ કારણો હજુ પણ ખેડૂતોમાં અસંતોષનું કારણ બની રહ્યા છે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
‘દારૂબંધી’નો અમલ ક્યાં?’ અહીં છૂટથી મળી રહ્યો છે દારૂ!’, ભાજપ મંત્રીએ પોતાની જ સરકારની ખોલી પોલ!








