
Ahmedabad: ગુજરાતમાં દારૂબંધીનો અમલ થતો નથી જ્યાં માંગો ત્યાં બ્રાન્ડેડ દેશી-વિદેશી દારૂ મળી રહે છે, બુટલેગરો પોલીસને હપ્તા આપી ધંધો કરતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે અને આક્ષેપો થયા છે ત્યારે અમદાવાદમાં જનતા જનાર્દને ચાલુ ફરજ ઉપર દારૂ પીને ટલ્લી થઈ ગયેલા PSIને ઝડપી લીધા હતા અને નારોલ પોલીસના હવાલે કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સવાલ એ પણ છે કે દારુના દૂષણને રોકનારા જ આવી રીતે દારુ પીવે છે તો તેઓ દારુબંધીનો અમલ કેવી રીતે કરાવી શકે!.
અમદાવાદશહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નારોલ સર્કલ નજીક પીધેલી હાલમાં ફરજ બજાવી રહ્યાનું લોકોને ધ્યાને આવતા લોકોની ફરિયાદના આધારે તેઓ સામે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
પ્રાથમિક તપાસમાં આ PSIનું નામ જયેન્દ્ર વીરપુરા હોવાનું સામે આવ્યું હતું.
ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI જયેન્દ્ર વીરપુરા રવિવારે (2 નવેમ્બર) મોડી રાત્રે ફરજ પર હતા તે સમયે જાગૃત નાગરિકોએ નોંધ્યું કે PSI સાહેબ રાજાપાઠમાં છે અને ખૂબ જ નશામાં અયોગ્ય વર્તન કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા લોકોને કાયદાનો અમલ કરાવનાર પોતેજ PSI જેવી પોસ્ટ ઉપર હોવાછતાં કાયદાનો અમલ કરી રહયા નથી અને દારૂ પીને ફરજ બજાવી રહયા છે. આથી સ્થાનિક લોકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક અંગે કંટ્રોલ રૂમને જાણ કરતા સ્થળ ઉપર આવેલી PCR વાનની ટીમે પ્રાથમિક પૂછપરછ બાદ પુષ્ટિ કરી કે, ફરજ પર હોવા છતાં PSI જયેન્દ્ર વીરપુરા નશાની હાલતમાં છે બાદમાં નારોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે PSI વીરપુરા વિરુદ્ધ ગુજરાત પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી અને દારૂના નશાની પુષ્ટિ માટે મેડિકલ તપાસમાં લઈ જવાયા હતા.
આ ઘટનાને લઈ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી હતી અને લોકો હવે પહેલા જેવા નથી પણ જાગૃતિ આવી છે જેઓ કાયદાનું ઉલ્લંઘન કરનાર પોલીસને પણ કાયદો સમજાવી શકે છે આજના મોબાઈલ યુગમાં દરેક પાસે કેમેરા વાળા મોબાઈલ હોવાથી સ્થળ ઉપરજ લાઈવ કરી શકે છે અને પુરાવા મેળવી શકે છે તેમજ જેતે વિભાગના નેતા કે ઉપરી અધિકારીઓને વિડીયો-ફોટા મોકલી શકે છે ત્યારે આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને દારૂબંધીનો અમલ ખુદ પોલીસ જ નથી કરતી અને પોતેજ દારૂ પીતા હોય તે શું કાયદાનું પાલન કરવાના તેવી કોમેન્ટ ઉઠવા પામી હતી.
આ પણ વાંચો:
અમેરિકા પરમાણુ શસ્ત્રોથી આખી દુનિયાનો નાશ કરી શકે છે: ટ્રમ્પનું ચોંકાવનારુ નિવેદન! | Donald Trump
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો








