
Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ડમ્પર ચાલકે એક ભયંકર અકસ્માત સર્જયો છે. હરમાડા વિસ્તારમાં એક સાથે 17 વાહનોને અડફેટે લીધા બાદ 50 લોકોને કચડી નાખ્યા છે. આ ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થઈ ગયા છે. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતાં મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે. 40 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતથી સમગ્ર વિસ્તાર મરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો છે. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે. પ્રાથિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડમ્પરની બ્રેક ફેલ થતાં અકસ્માત થયો છે.
#WATCH | Jaipur, Rajasthan | A trolley overtuned in Loha Mandi under Harmada Police Station area. 10 casualties reported so far. Further details awaited. pic.twitter.com/WQ244PB6bk
— ANI (@ANI) November 3, 2025
આ ગમખ્વાર અકસ્માત આજે બપોરે(3 નવેમ્બર) થયો છે. લોહા મંડી રોડ નંબર 14 પર એક ઝડપી આવતાં ડમ્પરે 17 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ગયા છે. અને 40 લોકો ગંભીર ઈજાઓનો ભોગ બન્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મોટા ભાગના વાહનો લોચો થઈ ગયા છે. અકસ્માત બાદ ભારે બૂમાબૂમ થઈ હતી. ટ્રાફકિ પણ જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બપોરે 1 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો. ડમ્પર ખાલી હતુ અને હાઇવે ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતુ. અચાનક તેની બ્રેક ફેલ થઈ ગઈ, જેના કારણે બેકાબૂ થઈ ગઈ અને 17 વાહનોને રગદોડી કાઢ્યા. જેમાં કેટલાક વાહનચાલકો અને રાહદારીઓેને અડફેટે લીધા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ડમ્પર લગભગ 300 મીટર સુધી બેકાબૂ રીતે ચાલતુ રહ્યું. લોકો અને વાહનોને કચડી નાખતું રહ્યું. જે બાદ એક ડિવાઈડર સાથે અથડાઈ રોકાયું હતુ.
ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ
ઘટના બાદ સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તો રોડ પર પીડાતા હતા. વાહનો પણ પડીકું વળી ગયા. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને બોલાવી. ઘાયલોને નજીકની કાનવટિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંરે ગંભીર રીતે ઘાયલોને SMS હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા.
ટ્રાફિક ડાયવર્ટ કરીને રાહત કાર્ય હાથ ધર્યું
અકસ્માતની માહિતી મળતાં હરમડા પોલીસ અને ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે રસ્તાની બંને બાજુથી ટ્રાફિક ડાયવર્ટ કર્યો અને ડમ્પરને દૂર કરવાનું શરૂ કર્યું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે લોકો અનેક વાહનોમાં ફસાયેલા હતા, જેમને કટીંગ મશીનોનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે ભયાનક દ્રશ્યો સર્જાયા
અકસ્માત પછી રસ્તાઓ પર દુ:ખદ દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વાહનોની બારીઓ તૂટી ગઈ હતી અને બધે લોહી ફેલાયેલું હતું. સ્થાનિક નાગરિકોએ સન્માનપૂર્વક મૃતકોના મૃતદેહને બાજુ પર મૂક્યા હતા, તેમને તેમના કપડાં અને ચાદરથી ઢાંકી દીધા હતા. ઘટના બાદ લોકો આઘાતમાં છે અને પોલીસે ઘણા સંબંધીઓને ઓળખવા માટે ભીડને કાબૂમાં લેવી પડી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડમ્પરની બ્રેક અચાનક ફેલ થવાને કારણે અકસ્માત થયો હતો. હાલમાં મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારોને જાણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઘટનાસ્થળેથી કાટમાળ હટાવ્યા પછી ધીમે ધીમે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:
અમેરિકા પરમાણુ શસ્ત્રોથી આખી દુનિયાનો નાશ કરી શકે છે: ટ્રમ્પનું ચોંકાવનારુ નિવેદન! | Donald Trump
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો








