
Bihar: બિહારમાં ચૂંટણી ટાણે દારૂબંધી મામલે ફરી સવાલો ઉઠ્યા છે અને રાજ્યમાં માત્ર દારૂબંધીના કાયદાનો કોઈ અમલ થતો નહિ હોવાનું જણાવી દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોવાનું ખુદ ભાજપના નેતા જણાવી રહયા છે. મધ્યપ્રદેશના ધાર્મિક બાબતોના મંત્રી ધર્મેન્દ્ર લોધીએ પોતાની જ પાર્ટીની બિહાર સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે રાજ્યમાં દારૂબંધી ફક્ત નામ પૂરતી છે. તેમણે દાવો કર્યો હતો કે બિહારમાં ફોન કોલ દ્વારા ઘરે ઘરે દારૂ પહોંચાડવામાં આવે છે.
જેના કારણે દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું સાબિત થઈ રહ્યું છે અને હોમ ડિલિવરીથી દારૂ છૂટથી મળી રહ્યો છે,આ નિવેદન તેઓએ ફેસબુક લાઈવ દરમિયાન આપ્યું હતું, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. લોધીએ કહ્યું કે કાયદા દ્વારા પ્રતિબંધ અશક્ય જણાઈ રહ્યો છે. તેમણે કહ્યું, દારૂ પર પ્રતિબંધ હોવાછતાં દારૂ પીનારને તે ક્યાંકથી મળી રહે છે તે વિચારવા જેવી વાત છે,તેઓએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી દારૂ પીનારા પોતેજ સ્વેચ્છાએ દારૂ પીવાનું બંધ નહિ કરે ત્યાં સુધી દારૂ મળતો રહેશે.
મંત્રીએ સમજાવ્યું કે બિહાર અને ગુજરાત બંનેમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તેમણે કહ્યું, “જ્યારે મેં તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું કે બિહારમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ઓર્ડર પર ઘરે દારૂ પહોંચાડી રહ્યા છે,એક ફોન ઉપર દારૂની હોમ ડીલીવરી થઈ જાય છે.” ધર્મેન્દ્ર લોધી તેમના વિધાનસભા મતવિસ્તારમાં દારૂ માફિયાઓ સાથેના તેમના સંબંધોના આરોપોનો જવાબ આપી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે બિહાર સરકાર પર આડકતરી રીતે નિશાન સાધ્યું. લોધીએ કહ્યું કે તેમણે જાહેર મંચ પર કોઈ ઉમેદવાર કે વ્યક્તિનું નામ લીધું નથી. તેમણે કહ્યું, “ભલે તે સુજન સિંહ હોય કે આશિષ જી, મેં કોઈનું નામ લીધું નથી કે મેં કોઈને બદનામ નથી કર્યા”
મંત્રીએ જણાવ્યું હતું કે દારૂબંધી ત્યારે જ અસરકારક બની શકે છે જ્યારે સામાજિક વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવે. તેમણે કહ્યું, “જો તમે દારૂ પર પ્રતિબંધ મૂકવા માંગતા હો, તો લોકોને એવા સંગઠનો સાથે જોડો જે તેમને ડ્રગ મુક્ત બનાવવામાં મદદ કરી શકે. નહિંતર, કાયદા બનાવવાથી પણ આ આદત બદલાશે નહીં.” લોધીના નિવેદનથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમણે પરોક્ષ રીતે તેમના પોતાના પક્ષની સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
દારૂબંધી અંગેનું આ નિવેદન ચૂંટણીના વાતાવરણમાં એક નવો મુદ્દો બની ગયું છે, જેનાથી માત્ર બિહારમાં જ નહીં પરંતુ ભાજપમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:
Bihar Election: JDUને મોટો ફટકો, મોકામાના ઉમેદવાર અનંત સિંહની ધરપકડ, ભારે તણાવનો માહોલ
મહિલા વર્લ્ડકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવ્યું, દેશમાં ખુશીનો માહોલ | Women World Cup








