
ગુજરાત ભાજપમાં વધેલો જૂથવાદ હવેતો ખુદ MLA કક્ષાના નેતાઓ જાહેરમાં કબુલતા થયા છે અને જાહેર મંચ ઉપરથી કહે છે કે કોણ કોણ વિરોધી છે તે નામજોગ ખબર છે ત્યારે સવાલ થાય કે બોસ પાર્ટીની શિસ્તનું હવે પતી ગયુ.
અગાઉ પાર્ટી વિરુદ્ધ જવાતું ન હતું અને નામ પણ લેવાતા ન હતા અને એમપણ કહેવાતું ન હતું કે અંદરોઅંદર ડખ્ખો ચાલે છે પણ હવે એવું રહ્યું નથી હવેતો ખુલ્લેઆમ ભાજપ જ ભાજપના નેતાઓનો વિરોધ કરે છે અને ચેલેન્જ પણ આપે છે.
હાલમાં ડભોઈ APMCમાં ચૂંટણી માથે છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા)એ ડભોઈમાં મળેલા નૂતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપનાજ કેટલાક આગેવાનોને ખુલ્લા મંચ પરથી ગદ્દાર કહી ચેલેન્જ આપી અને કહ્યું કે, એક પણ સીટ જીતાડી બતાવે.
સાથેજ તેમણે એમપણ કહ્યું ભાજપના આ ગદ્દારોના નામ પણ તેઓની પાસે આવી ગયા છે અને ધમકી પણ આપી કે ચૂંટણી બાદ ખબર પડશે કે ભાજપ વિરૂદ્ધ જવાથી શુ થઈ શકે છે.
વધુમાં કહ્યું કે, જે લોકોએ ભાજપ સામે ફોર્મ ભર્યા છે તેઓને ભાજપના જ કેટલાક લોકો મદદરૂપ કરી રહ્યા છે, પણ 10 તારીખે ચૂંટણી થશે અને 11 તારીખે તેમને ખબર પડી જશેકે ભાજપની વિરુદ્ધ જઈને શું મળ્યું?
જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજે છે અને ગદ્દારી કરવા નિકળ્યા છે, તેઓને અહિયાથી હું ચેલેન્જ આપું છું કે એક સીટ જીતાડીને બતાવજો. ડભોઇ APMCમાં સોળે સોળ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે.
આમ, ડભોઇમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ વકર્યો હોવાનું ખુદ ભાજપના MLA જાહેરમાં જણાવી રહયા છે ત્યારે આવીજ સ્થિતિ આખા ગુજરાતમાં હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
આ પણ વાંચો:
Paresh Dhanani: ‘આપ અને બાપ બંને એક જ માની પેદાશ’, પરેશ ધાનાણી આવું કેમ બોલ્યા?
કડદાનો વિરોધ કરનારા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ બે ફરિયાદ, શું છે કારણ? | Raju Karpada
Ahmedabad: દારૂ પીને ટલ્લી થઈ ગયેલા પોલીસ સબ ઇન્સપેક્ટરને પબ્લિકે ભણાવ્યો પાઠ!, જુઓ








