
દિકરીના નિહાપા….. લાગ્યા !
— DILEEP SANGHANI (@Dileep_Sanghani) November 3, 2025
હાલની રાજકીય પરિસ્થિતિમાં આ ટ્વીટ પર વિવિધ મંતવ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય વિશ્લેષકો પણ આ પરિપ્રેક્ષ્યને લઈને વિવિધ અનુમાન લગાવી રહ્યા છે. દિલીપ સંઘાણીએ પોતાની ટ્વીટમાં સીધું નામ નથી લીધું, પરંતુ અમરેલીની પરિસ્થિતિ જોયા પછી તેમણે તેમની ભાવનાઓ રજુ કરી છે તેવું નિવેદન આપીને વધુ ચર્ચા જગાવી છે.
દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપના અનુસંધાને હોઈ શકે
દિલીપ સંઘાણીની પોસ્ટ અંગે કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે કહ્યું કે દિલીપ સંઘાણીનું ટ્વીટ ભાજપના અનુસંધાને હોઈ શકે. જ્યારે પાટીદાર દીકરી પાયલ ગોટી પર અત્યાચાર થતો હતો, ત્યારે આ નરાધમો આ સ્થિતિને જોઈ રહ્યા હતા. આજની તારીખમાં પાયલ ગોટીને ન્યાય આપવામાં હાઇકોર્ટમાં બધી જ મેટ્રો ચાલુ છે. કુદરત છે! કોઈ દિવસ કોઈને છોડતો નથી, ને પ્રથમ દિવસે જ વાત કરી હતી. પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમણે કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે. તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી બાબતે પણ પ્રતાપ દુધાતે આ સાથે પોતાનું નિવેદન આપ્યું કે, આ ટ્વીટ એ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડતી ટ્વિટ છે.
એક સોશિયલ મિડિયા યુઝર્સે લખ્યું ‘એક અંધભક્ત તરીકે ખુબ દુ:ખ તો ત્યારે થયુ સાહેબ કે હજારો ગરીબ અને મા કે બાપ વિનાની દીકરીઓને પરણાવવા વારા ને બેસાડી રાખ્યોને એક દીકરીનો સંધ્યાકાળે વરઘોડો કાઢવા વારાને પ્રમોશન આપીને મંત્રી બનાવ્યો‘
શું છે પાયલ ગોટી મામલો?
પાયલ ગોટીનો કેસ ગુજરાતના અમરેલી જિલ્લામાં થયેલા એક નકલી પત્ર (ફોર્જરી લેટર)ના કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં સ્થાનિક ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને નુકસાન પહોંચાડવા માટે એક નકલી પત્ર તૈયાર કરીને સોશિયલ મીડિયા પર ફેલાવવાનો આરોપ છે. આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાંપરિયાના લેટરહેડ, સહી અને સીલનો ઉપયોગ કરીને તૈયાર કરાયો હતો, જેમાં ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આરોપો લગાવાયા હતા. જે બાદ આરોપી તરીકે અડધી રાત્રે પોલીસે પાયલ ગોટીની ધરપકડ કરી હતી. જેનો પાટીદાર સમાજે ભારે વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો:








