
Alcohol Drinking Increased in India: અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોમાં દારૂનો વપરાશ ઘટ્યો છે જેમાં લોકોમાં આવેલી આરોગ્ય પ્રત્યેની જાગૃતિ, બદલાતી જીવનશૈલી અને ફુગાવો આના મુખ્ય કારણો છે. અહીં ડિયાજિયો, પેર્નોડ રિકાર્ડ, રેમી કોઇન્ટ્રેઉ અને બ્રાઉન-ફોરમેન જેવી મોટી કંપનીઓના શેર 75% સુધી ઘટ્યા છે અને ઉદ્યોગનું મૂલ્યાંકન ₹74 લાખ કરોડ સુધી ઘટી જતા હવે આ કંપનીઓ બિન-આલ્કોહોલિક ઉત્પાદનો તરફ વળી છે.
બીજી તરફ ભારતમાં દારૂનો વપરાશ સતત વધી રહ્યો છે. માથાદીઠ વપરાશ 2005 માં 2.4 લિટરથી વધીને 2016 માં 5.7 લિટર થયો હતો, અને 2030 સુધીમાં તે 6.7 લિટર સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતનું દારૂ બજાર $60 બિલિયન સુધી પહોંચી ગયું છે. ડિયાજિયોએ રિચ્યુઅલ ઝીરો પ્રૂફ હસ્તગત કરી છે, જ્યારે કાર્લ્સબર્ગ અને કોમ્પરી-મિલાનોએ પણ આવી બ્રાન્ડ્સ લોન્ચ કરી છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવ્યા મુજબ,જૂન 2021 થી વિશ્વની 50 અગ્રણી દારૂ બ્રાન્ડ્સના શેરમાં સરેરાશ 46%નો ઘટાડો થયો છે. જ્યારે બીજી તરફ ભારતનું દારૂ બજાર $60 બિલિયન સુધી પહોંચી ગયું છે. ચાર વર્ષમાં, યુનાઇટેડ સ્પિરિટ્સ, રેડિકો ખૈતાન અને ગ્લોબસ સ્પિરિટ્સનો શેર 14 ગણો વધ્યો છે. રાજ્યોને દારૂના વેચાણમાંથી ₹19,730 કરોડની આવક મળી છે જેમાં ચાર વર્ષમાં મધ્યપ્રદેશમાં દારૂના વપરાશમાં 86% અને રાજસ્થાનમાં 29%નો વધારો થયો
મધ્યપ્રદેશમાં, દારૂનો વપરાશ 2021-22 માં 245.33 લાખ લિટરથી વધીને 2024-25 માં 456.44 લાખ લિટર થયો, જે 86% નો વધારો દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન, રાજસ્થાનમાં, વપરાશ 235.86 થી વધીને 304.16 લાખ લિટર થયો, જે 28.95% નો વધારો દર્શાવે છે. ફ્યુચર માર્કેટ ઇનસાઇટ્સ અનુસાર, દેશની 60% વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે, જે દારૂ બજારના વિકાસને આગળ વધારી રહી છે.
‘WHO ગ્લોબલ રિપોર્ટ’મા છેલ્લા બે દાયકામાં ભારતમાં મહિલાઓમાં દારૂનું સેવન 50% વધ્યું હોવાનું જણાવાયુ છે. સ્ટેટિસ્ટા અને રિપોર્ટલિંક રિસર્ચ કહે છે કે ભારતમાં સરેરાશ આવકમાં 30%નો વધારો થયો છે, બ્રાન્ડેડ અને પ્રીમિયમ દારૂની માંગ વાર્ષિક 18% ના દરે વધી રહી છે.
આમ,એક તરફ દુનિયાના વિકસિત દેશોમાં યુવા પેઢી દારૂથી દૂર જઈ રહી છે ત્યારે ભારતમાં નવી પેઢી દારૂના સેવનમાં સતત આગળ વધી રહી છે પરિણામે દારૂનું વેચાણ વધ્યું છે જ્યારે અન્ય દેશોમાં દારૂનું વેચાણ સતત ઘટી રહ્યાનું આંકડા જણાવી રહયા છે.
આ પણ વાંચો:
દારુ સપ્લાઈ કરતી બોટ ઝડપાઈઃ દમણથી દારૂ ભરી ચોરવાડ ડિલિવરી કરે તે પહેલા જ પકડી








