
હવે દેશમાં રોડની કથળેલી સ્થિતિ અને તેનાથી થતાં અકસ્માત(Accident) અંગે જવાબદાર નેતાઓએ છટક બારી શોધી છે. જવાબદાર નેતાઓએ હાથ ઉંચા કરી લીધા છે. તાજેતરમાં નીતિન ગડકરીએ કહ્યું હતુ કે કોન્ટ્રાક્ટોરો રોડ નબળા બનાવ ને ગાળો મારે ખાવાની. હવે કોનટ્રાક્ટરનું બોર્ડ મારીશ. જે નિવેદન બાદ દેશમાં અકસ્માતનોને લઈ સરકાર નિયમો બદલી કાઢી દોષનો ટોપલો માત્ર રોડ કોન્ટાક્ટરો પર ઢોળવાનો પ્રયાસ કર્યો છે.
દેશભરના રસ્તાઓ ગઈકાલે લોહીયાળ બન્યા રાજસ્થાનના જયપુરથી લઈ તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી થયેલા જુદા જુદા અકસ્માતોમાં 60થી વધુ લોકોના કરૂણ મોત થયા છે, મૃતકોમાં માસુમ બાળકો, મહિલાઓ અને કેટલાક કિસ્સાઓમાંતો આખેઆખા પરિવારોના કરુણ મોત થયા છે. સોમવારે માત્ર 24 કલાકમાં આટલી મોટી સંખ્યામાં થયેલા મૃત્યુએ રસ્તા પર ઝડપ, બેદરકારી અને વ્યવસ્થાની નિષ્ફળતાને છતી કરી છે. ત્યારે હવે સરકાર સફાળી જાગી છે અને રોડ નિર્માણ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણી કાર્યવાહી કરવાનું નક્કી થયું છે.
દેશમાં દિનપ્રતિદિન વધી રહેલી અકસ્માતની ગંભીર ઘટનાઓ માં સેંકડો લોકોમાં મોત થઈ રહયા છે દેશના નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની વધતી જતી ગંભીર સ્થિતિ ચિંતાજનક બની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ માટે રોડ કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણી આકારા પગલાં ભરવા સહિત કડક દંડ ફટકારવા નિયમ બનાવ્યો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે, ‘હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થશે તો તે કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાશે અને આ મુદ્દે તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવી શકે છે.’
ઉમાશંકરે નવા નિયમની માહિતી આપતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, હવે નેશનલ હાઇવે પર કોઇ એક જ સ્થળ પર અગાઉ અકસ્માત થયો હોય તેવા સ્થળના 500 મીટરના અંતરમાં એકથી વધુ વખત અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તે પછી પણ જો ફરી અકસ્માત થાય તો 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. કોન્ટ્રાક્ટરોને માર્ગ નિર્માણ અને જાળવણીમાં વધુ જવાબદાર બનાવવા અને અકસ્માતોમાં ઘટાડો કરી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
સરકારે જણાવ્યું કે, ‘આ કાર્યવાહી જે નેશનલ હાઇવે ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) મોડલ પર બનેલા હશે તેવા કોન્ટ્રાક્ટર પર કરવામાં આવશે.’
મહત્વનું છે કે દેશમાં નેશનલ હાઇવે નું નિર્માણ કાર્ય ‘બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર’ (BOT) દ્વારા કરવામાં આવે છે આ એક એવું માળખું છે જેમાં સરકાર ખાનગી કંપનીઓની મદદથી હાઇવેનું બાંધકામ કરાવે છે અને ત્યારબાદ કંપનીને 15થી 20 વર્ષ માટે રસ્તાની જાળવણીની જવાબદારી સોંપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જો હાઇવે પર કોઇ એક સ્થળ પર એકથી વધુ વખત અકસ્માત થાય તેવા સંજોગોમાં કંપની વિરુદ્ધ કાર્યવાહી કરાશે
ઉમાશંકરે અકસ્માત પીડિતોની મદદ માટેની યોજના અંગે વાત કરતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના પણ શરૂ કરવા જઇ રહી છે.
આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક રૂ. 1.5 લાખ સુધીની સારવાર મફત ઉપલબ્ધ કરાશે પરિણામે ગંભીર ઇજાગ્રસ્તને તરત સારવાર મળતા મૃત્યુઆંક ઘટશે.
આમ,હવે નેશનલ હાઇવે ઉપર વધી રહેલા અકસ્માતના કિસ્સામાં રોડ કોન્ટ્રાક્ટરને સીધા જવાબદાર ગણી પગલાં ભરવા નિર્ણય લેવાયો છે.
રોડ અકસ્માતના વધેલા બનાવો અને તાજેતરની ઘટનાઓએ ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે કે દેશની સડકો પર સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ક્યારે પગલાં લેવાશે તે સવાલ લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે સરકારના આ નિયમનો કેટલો અમલ થશે અને રોડ અકસ્માતમાં કેટલો ઘટાડો થશે તેતો આવનારો સમયજ કહેશે.
આ પણ વાંચો:








