
Mahisagar: મહિસાગર જીલ્લાના કોઠંબા પોલીસ મથકમાં PI અને મહિલા કોન્સ્ટેમ્બલ વચ્ચેનું પ્રેમપ્રકરણ બહાર આવ્યું છે. મામલાની જાણ થતાં જ લ્લા પોલીસ વડા સફિન હસને તાત્કાલિક અસરથી બંનેને સસ્પેન્ડ કરી દીધા છે.
મળતી માહિતી અનુસાર કોઠંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે આડા સંબંધો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. પ્રેમસંબંધ હોવાના કારણે બંને પોલીકર્મીઓએ ચાલુ ફરજે બેદરકારી દાખવી હતી.
આ સમગ્ર મામલે પોલીસ વડા સફીન હસનને ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે. જો આ બંને અધિકારીઓને તપાસ દરમિયાન ફરજ પર ચાલુ રાખવામાં આવે, તો તેઓ પોતાના સત્તાનો દુરુપયોગ કરીને પુરાવાનો નાશ કરી શકે તેવી શક્યતા છે. જેથી નિષ્પક્ષ તપાસ માટે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંનેને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.
આ કડક કાર્યવાહીને પગલે મહિસાગર જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કારણે પોલીસ વિભાગમાં ના શોભે તેવું બંને દ્વારા વર્તન કરાયું છે. બીજી તરફ આ મામલો પોલીસની ગંભીર બેદકારીને પણ ઉજાગર કરે છે.
આ પણ વાંચો:
CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi








