
દિવ્ય ભાસ્કર અખબારનો ખંડણીખોર પત્રકાર દિર્ઘાયુ વ્યાસ (Dirghayu Vyas) ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવ્યા બાદ અનેક મોટા ખૂલાસા થયા છે. જેમાં અન્ય બે સિનિયર પત્રકારોના નામ પણ ખૂલ્યા છે. જેથી એક સંદેશના પત્રકાર અને દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનિષ મહેતા સુધી તપાસનો રેલો આવ્યો છે.
આરોપ છે કે દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલના પત્રકાર દિર્ઘાયુ વ્યાસ અને અન્ય બે સિનિયર પત્રકારોની ત્રિપુટીએ તોડબાજીનું વ્યવસ્થિત નેટવર્ક બનાવીને વ્યાપારીઓ અને જ્વેલર્સ પર ખંડણી વસૂલવાનું કારોબાર ચલાવતા હતા. જ્વેલર્સ સાથે રૂ 10 લાખના તોડકાંડની ફરિયાદ પછી શરૂ થયેલી તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોંકાવનારી માહિતી મળી છે, જેના આધારે આ ત્રણેય પત્રકારો વિરુદ્ધ કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. આ કેસમાં સંદેશ અખબારના એક પત્રકારનું નામ પણ આવી રહ્યું છે, જેની ભૂમિકા ટાર્ગેટ શોધવાની હોવાનું જાણવા મળ્યું છે.
આ ત્રિપુટીમાં દિર્ઘાયુ વ્યાસ મુખ્ય નાણાકીય વ્યવહારોનું કેન્દ્ર હતા. તેઓ ખંડણીની રકમ વસૂલીને તેની વહેંચણી કરતા અને નક્કી કરેલા હિસ્સા મુજબ અન્ય સાથીઓને નાણાં પહોંચાડતા. ત્રિપુટીમાં એક દીર્ઘાયુ સાથે કામ કરતો પત્રકાર અને બીજો સંદેશનો પત્રકાર હોવાનું કહેવાઈ છે.
મળતી જાણકારી અનુસાર વેબ પોર્ટલ અને અખબારોના નેટવર્કનો લાભ લઈને વ્યાપારીઓની નબળાઈઓ અને વિવાદાસ્પદ મામલાઓની માહિતી એકઠી કરતા, જેના આધારે તોડબાજીની યોજના બનાવવામાં આવતી. ખંડણી કેસમાં બદનામ કરવાની ધમકી આપીને દબાણ ઉભું કરતા. આ ધમકીઓમાં વેબ પોર્ટલ પર નકારાત્મક સમાચાર પ્રકાશિત કરવાની, પોલીસમાં ખોટા કેસ નોંધાવવાની કે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકીઓનો સમાવેશ થતો. “આ ત્રિપુટી વ્યવસ્થિત રીતે કાર્ય કરતી હતી. પેમેન્ટ એડવાન્સમાં લેવામાં આવતું હતું, અને જો કોઈ કાર્ય ન થાય તો પણ નાણાં પાછા ન આપીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવતી.
આરોપ છે કે આ નેટવર્કમાં પોલીસ વિભાગની અંદરના કેટલાક અધિકારીઓને પણ ચોક્કસ રકમ આપીને કાર્ય કરાવવામાં આવતું હતું, જેના કારણે તોડબાજીના મોટા ભાગના કેસોમાં કોઈ કાર્યવાહી નથી થતી. જ્વેલર્સ સાથેના તાજા કેસમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જ્યાં રૂ. 10 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી.
બીજી તરફ પોલીસ રિમાન્ડમાં દીર્ઘાયુ વ્યાસે તેના મળતિયાઓના નામ પણ આપ્યા હોવાની માહિતી છે. જેમાં દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનિષ મહેતાનું નામ પણ સામે આવી રહ્યું છે. એક મહિલાની પણ સંડોવણી હોવાના આરોપ લાગ્યા છે. જેમને ક્રાઈમ બ્રાઈચે જવાબ રજૂ કરવા બોલાવ્યા હોવાની માહિતી છે.
પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ
દિર્ઘાયુએ પકડાયા બાદ ડેટા અને મેસેજ ડીલીટ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચની ટીમે આને અટકાવીને તપાસને આગળ વધારી છે. હવે મેટા (પહેલાં ફેસબુક) કંપનીને ઇ-મેલ મોકલીને વોટ્સએપના ચેટ્સ, મેસેજ અને કોલ ડીટેઇલ રેકોર્ડ (CDR) મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. “આ ડેટા મેળવ્યા પછી ત્રિપુટીના તમામ સભ્યો વચ્ચેના વ્યવહારોની વિગતો સ્પષ્ટ થઈ જશે,” ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું.આ તપાસમાં દિર્ઘાયુ વ્યાસના વેબ પોર્ટલના અન્ય કર્મચારીઓ અને સંદેશ અખબારના સંબંધિત પત્રકારને પણ બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનિષ મહેતા સહિત અન્ય વ્યક્તિઓને જવાબ રજૂ કરવા માટે નોટીસો મોકલવામાં આવી છે.
મામલો કેવી રીતે બહાર આવ્યો?
જ્વેલર્સની ફરિયાદથી શરૂ થયો વિશાળ કાંડઆ કેસની શરૂઆત થઈ અમદાવાદના એક જ્વેલરી વેપારીની ફરિયાદથી. જેમણે દાવો કર્યો હતો કે દિર્ઘાયુ વ્યાસ અને તેમના સાથીઓએ તેમના વિવાદાસ્પદ વ્યવહારોને લઈને બદનામ કરવાની ધમકી આપીને રૂ. 10 લાખની ખંડણી વસૂલી છે. આ ફરિયાદ પછી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી, અને પહેલેથી જ આશંકા હતી કે દિર્ઘાયુ વ્યાસ એકલો નથી, પરંતુ તેમની પાછળ મોટું નેટવર્ક કાર્ય કરી રહ્યું છે. તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી, જેમણે નાણાકીય વ્યવહારો અને સંબંધિત વ્યક્તિઓની તપાસ કરી. આ તપાસ દરમિયાન સુત્રો અને તકનીકી પુરાવાઓથી ચોંકાવનારી વિગતો સામે આવી. દિર્ઘાયુ વ્યાસ અને અન્ય બે સિનિયર પત્રકારોએ ત્રિપુટી બનાવીને વ્યવસાયિક સંસ્થાઓ પર તોડબાજી કરી રહ્યા હતા. આમાં વેબ પોર્ટલ, અખબારો અને પોલીસ વિભાગના કનેક્શનનો લાભ લેવામાં આવતો હતો.
આજ મુદ્દે વધુ ચર્ચા જુઓ
આ પણ વાંચો:
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…
‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani










