
Priyanka Gandhi: બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો શામ-દામ-દંડની નીતિ અપનાવી રહયા છે સાથેજ રેવડી કલ્ચર પણ જામ્યું છે ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિહારનાં સહરસા અને લખીસરાયમાં ચૂંટણી સભાઓને ગજવતા કહ્યું કે પીએમ મોદીએ એક અલગથી એક અપમાન મંત્રાલયની રચના કરવી જોઇએ જેથી વિપક્ષ પર વારંવાર અપમાનનો આરોપ લગાવવામાં તેમનો સમય વેડફાય નહી.
मेरा सुझाव है कि Modi जी को अब एक नया मंत्रालय बना ही देना चाहिए — “अपमान मंत्रालय”.
और हाँ, मेरा एक और सुझाव है कि अब तक मेरे परिवार पर जो भी गालियाँ और अपशब्द उछाले गए हैं, उनका बाकायदा रिकॉर्ड रखा जाए… उसके लिए एक लाइब्रेरी बना दी जाए. pic.twitter.com/MKrpnU20zc
— Wg Cdr Anuma Acharya (Retd) (@AnumaVidisha) November 3, 2025
તેમણે ખાસ કરીને મહિલાઓને સંબોધન કરતા કહ્યું કે રાજ્ય સરકાર તમને જે 10 હજાર રૂપિયા આપી રહી છે તે તો લઈજ લેજો પણ વોટ નહિ આપતા કેમકે NDA સરકારની નિયત સાફ નથી તેઓ તમને દસ હજાર રૂપિયા રાજકીય લાંચ આપી રહયા છે.
નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર બિહાર ચૂંટણીનાં એક સપ્તાહ પહેલા મહિલાઓને દસ હજાર રૂપિયા આપવાની વાત કરે છે. આ દસ હજાર રૂપિયા 20 વર્ષથી કેમ આપવામાં આવ્યા નહીં? તે સવાલ ઉઠાવ્યો હતો.
પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે બિહારમાં કોઇ ડબલ-બબલ એન્જિનવાળી સરકાર નથી અહીં માત્ર સિંગલ એન્જિનવાળી સરકાર છે અને તે વડાપ્રધાન મોદી ચલાવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હંમેશા ભૂતકાળની વાતો કાઢી ક્યાંકને ક્યાંકથી અપમાનની વાતનો મુદ્દો ઉભો કરે છે,હમણાં કર્ણાટકમાં ગયા તો ત્યાં પણ જણાવ્યું કે વિપક્ષે કર્ણાટકનું અપમાન કર્યુ છે.
પશ્ચિમ બંગાળમાં ગયા તો ત્યાં પણ વિપક્ષની વાતને અપમાન કર્યાની વાત જણાવી હવે બિહારમાં કહી રહ્યાં છે કે વિપક્ષ બિહારનું અપમાન કરી રહ્યું છે. આમ તેઓને બધેજ અપમાન-અપમાન દેખાઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધીએ ઉમેર્યુ કે “મારીતો સલાહ છે કે વડાપ્રધાન એક નવા મંત્રાલયની રચના કરે અને તેનું નામ અપમાન મંત્રાલય રાખે અને આ મંત્રાલયજ ફરિયાદો એકત્ર કરે જેથી ત્યાં સોલ્યુશન આવી જાય અને તેમનો સમય પણ વેડફાય નહી”
ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે બિહારમાં 65 લાખથી વધુ મતદારોના મત રદ્દ કરી નાખવામાં આવ્યા છે એટલે કે તેમના મત અધિકાર જ સમાપ્ત કરી દેવામાં આવ્યા છે.
લોકશાહીમાં મત આપવાનો પ્રત્યેક નાગરિકને અધિકાર છે જો આ અધિકાર જ છીનવાઇ જશે તો જનતા પાસે કશું પણ બાકી રહેશે નહીં.
વોટ ચોરી પ્રજા વિરુદ્ધ મોટુ કાવતરું છે. બિહારમાં દલિતો, પછાતો, લઘુમતીઓ અને મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આમ,બિહારમાં રાજકીય પક્ષો એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહયા છે.
આ પણ વાંચો:
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…
‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani








