
Tejaswi Yadav: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રેવડી બજાર જામ્યું છે અને મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો અવનવી સ્કીમો લાવી રહયા છે ત્યારે NDA સરકારે અગાઉથીજ પ્રત્યેક મહિલાના ખાતામાં રૂ.10,000 નાખી દીધા છે, ત્યારે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે પણ પ્રત્યેક મહિલાના ખાતામાં રૂ.30,000 નાખવાનો વાયદો કર્યો છે.
.@yadavtejashwi का बड़ा ऐलान — ‘माई-बहन मान योजना’ के तहत 14 जनवरी को एक साल की सहायता राशि यानी ₹30,000 सीधे महिलाओं के खातों में जमा की जाएगी।
यह योजना महिलाओं को आर्थिक सम्मान और आत्मनिर्भरता की दिशा में एक ठोस कदम मानी जा रही है। pic.twitter.com/zujqis7a7g
— Dr. Laxman Yadav (@DrLaxman_Yadav) November 4, 2025
જોકે,શરત માત્ર એટલી છે કે જો તેઓ જીતશે તોજ આ રકમ મહિલાના ખાતાઓમાં નાખશે. બિહારમાં પ્રથમ તબક્કાનો પ્રચાર પ્રસાર શાંત બને તે પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જુદીજુદી સ્કીમો લાવી રહયા છે આવા સમયે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે પણ મોટા વાયદા કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો કે આ વખતે બિહારની જનતા જગૃત બની ગઈ છે અને પરિવર્તન ઈચ્છે છે.
તેજસ્વી યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે, તો તરત જ ‘માઇ-બહિન માન યોજના’ લાગુ કરી દેશે અને મકરસંક્રાંતિના દિવસે આગામી તા.14 જાન્યુઆરીએ અમે માતાઓ અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30000 રૂપિયા એકસાથે જમા કરાવીશું.
જીવિકા દીદીઓ’ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, નીતિશ સરકારમાં તેમનું ખૂબ શોષણ થયું છે. તેમણે વચન આપ્યું કે, “જે ‘જીવિકા દીદી’ કોમ્યુનિટી મોબીલાઈઝર છે, તેમને અમે કાયમી કરીશું અને તેમનું માનદ વેતન 30000 રૂપિયા કરીશું. જે કેડર (અન્ય જીવિકા દીદીઓ) છે, તેમને પણ દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે.
આ ઉપરાંત, પાંચ લાખનો વીમો અને વ્યાજ માફી પણ આપવામાં આવશે.”
આ સાથે જ, તેજસ્વી યાદવે સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે જૂની પેન્શન યોજના(Old Pension Scheme OPS) લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે પોલીસકર્મી, શિક્ષકો, આરોગ્યકર્મીઓ અને અન્ય કર્મચારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ તેમના ગૃહ જિલ્લાથી 70 કિલોમીટરના દાયરામાં જ કરવામાં આવશે.
નોંધનીય છે કે તેજસ્વી યાદવે એ પણ વાયદો કર્યો હતો કે “જો તેમની સરકાર બનશે તો તેઓ 20 મહિનાની અંદર દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપશે તેઓના આ વાયદા ઉપર કેન્દ્રીય ગૃહમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે આ ખોખલા વાયદા છે,અમિત શાહે તેજસ્વીના વાયદાનું ગણિત સમજાવતા કહ્યું કે, આ ઘોષણાને પૂરી કરવા માટે રૂ.12 લાખ કરોડ રૂપિયા જોઈએ, જે બિહારના બજેટથી ત્રણ ગણું વધારે છે. આવા સમયે સવાલ એ થાય છે કે તેજસ્વી આ પૈસા ક્યાંથી લાવશે? તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, તેજસ્વીને ખબર છે કે તેમની સરકાર આવવાની નથી, એટલા માટે મનફાવે તેવી ઘોષણા કરી રહ્યા છે.
આ પણ વાંચો:
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…
‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani








