
Chhattisgarh Train Accident: છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં બુધવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. લાલખાદન નજીક જયરામનગર રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાયા છે. હાવડા રૂટ પર દોડતી એક પેસેન્જર ટ્રેન સીધી માલગાડી સાથે અથડાઈ છે. જેથી મેમુના ડબ્અબાકસ્માતને કારણે માલગાડીના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પાંચથી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાઓનો ભોગ બન્યા છે.
Chhattisgarh BREAKING
Train Accident in Bilaspur
Head-on Collision Between Passenger and Freight Train
Rescue and Relief Teams Rushed to the Scene
Heavy Crowd in the Area
Reports of 6 Deaths#Chhattisgarh #Bilaspur#TrainAccident pic.twitter.com/w7J5FMBIbU
— Kedar (@Kedar_speaks88) November 4, 2025
મળતી જાણકારી અનુસાર આજે મંગળવારે સાંજના 4 વાગ્યે બે ટ્રેન વચ્ચે ભયંકર અક્સમાત થયો છે. આ અકસ્માત બિલાસપુરના જયરામનગર રેલવે સ્ટેશન નજીક થયો છે. પેસેન્જર મેમુ ટ્રેન અને માલગાડી વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ છે કે મેમુના ડબ્બા માલગાડી પર ચઢી ગયા.
ટ્રેન અકસ્માતની માહિતી મળતા જ રેલ્વે વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ ટીમો અને તબીબી સ્ટાફને ઘટનાસ્થળે પહોંચ્યા છે. ટ્રેન અકસ્માતને કારણે સમગ્ર રૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પાંચથી વધુ લોકોના મોતની આશંકા છે. મોટા પ્રમાણમાં લોકોને ઈજાઓ થઈ છે.
રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર બિલાસપુર સ્ટેશન નજીક આજે સાંજે લગભગ 4 વાગ્યે થયો છે. આ અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. રેલવેએ ઘાયલોની સારવાર માટે તમામ સંસાધનો પૂરા પાડ્યા છે અને ખાતરી કરી રહી છે કે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
મેમુના ડબ્બા માલગાડી પર ચઢી ગયા
કોરબાથી બિલાસપુર જતી એક MEMU ટ્રેન અકસ્માતમાં સપડાઈ છે. બિલાસપુરના લાલ ખંડ નજીક આ અકસ્માત થયો હતો. એક માલગાડી અને MEMU ટ્રેન એક જ ટ્રેક પર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે MEMU ટ્રેનના ઘણા ડબ્બા માલગાડીમાં ચઢી ગયા હતા.
આ પણ વાંચો:
Mahadev Betting App Case: ભારતની આશાઓ પર પાણી ફર્યું!, મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી દુબઈમાંથી ફરાર
CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi








