
Mahadev Betting App Case: ભારતને મહાદેવ ઓનલાઈન સટ્ટા એપના મુખ્ય આરોપીને પકડવામાં નિરાશા મળી છે. કારણે આ કૌભાંડનો મુખ્ય આરોપી અને પ્રમોટર દુબઈમાંથી ફરાર થઈ ગયો છે. જેથી ભારત તેની પ્રત્યાર્પણ કરી શકી નથી. મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર સાથે ગેરકાયદેસર સટ્ટાબાજી દ્વારા હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ડિસેમ્બર 2023 માં ઇન્ટરપોલ રેડ નોટિસ બાદ દુબઈમાં ધરપકડ કરવામાં આવી હોવા છતાં તે હવે ગલ્ફ દેશમાંથી કોઈ અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે.
યુએઈના અધિકારીઓએ આરોપી રવિ ઉપ્પલના ફારર થઈ જવા અંગે ભારતને કોઈ માહિતી આપી નથી. જેથી હવે તેને પ્રત્યાર્પણ કરી ભારતમાં નહીં લાવી શકાય. જેથી હવે ઉપ્પલ ફરાર થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને છત્તીસગઢ પોલીસ સહિતની તપાસ એજન્સીઓ માટે એક મોટો પડકાર ઉભો કરે છે, જેનો ઉદ્દેશ્ય આરોપીઓને ન્યાય અપાવવાનો અને છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવાનો છે.
ભારત અને યુએઈ વચ્ચેના સુધરતા સંબંધોને જોતાં, એજન્સીઓને આશા હતી કે ઉપ્પલ અને ચંદ્રાકરનું પ્રત્યાર્પણ શક્ય બનશે. અધિકારીના જણાવ્યા મુજબ, યુએઈ પ્રત્યાર્પણ પ્રક્રિયા સમાપ્ત કરવા માટે સંમત થયું છે. 50 વર્ષથી ઓછી ઉંમરના રવિ ઉપ્પલ અને તેમના ભાગીદાર સૌરભ ચંદ્રાકર પર રુ. 6,000 કરોડના કૌભાંડનો આરોપ છે. તેમણે સાથે મળીને ૨૦૧૮માં આ ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન શરૂ કરી હતી.
ED ચાર્જશીટ મુજબ, આ નેટવર્ક દેશભરમાં આશરે 3,200 પેનલ દ્વારા કાર્યરત હતું અને દરરોજ આશરે 240 કરોડ રૂપિયા કમાતા હતા. અહેવાલો અનુસાર, ઉપ્પલ અને ચંદ્રાકરે તેમના 3,500 કર્મચારીઓ માટે દુબઈમાં 20 વૈભવી બંગલા ભાડે રાખ્યા હતા. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ આ કેસમાં ફસાયેલા છે.
આ પણ વાંચો:
CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi










