
Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર એવા મોહમ્મદ યૂનુસે પાકિસ્તાન બાદ હવે તુર્કીને પણ ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને બાંગ્લાદેશના હિસ્સા તરીકે દર્શાવતું નકશા રૂપી પેઈટિંગ ગિફ્ટ કર્યું છે.
આ અગાઉ પણ યૂનુસે પાકિસ્તાનના વરિષ્ઠ સૈન્ય અધિકારી જનરલ સાહિર શમશાદ મિર્ઝાને પણ આ જ પ્રકારનું વિવાદાસ્પદ નકશો ધરાવતું પેઈટિંગ ગિફ્ટ કર્યું હતું જેની સામે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી હવે,ફરીવાર તુર્કીના સંસદીય પ્રતિનિધિમંડળને પણ આવુજ નકશો ધરાવતું પેઈટિંગ આપી વિવાદ ઊભો કર્યો છે. તુર્કીના પ્રતિનિધિમંડળને સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં ભારત સાથે યુદ્ધ અને ત્યારબાદની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન અને તુર્કીની બાંગ્લાદેશની મુલાકાતો ઉપરથી લાગી રહ્યું છે કે યૂનુસ સરકાર બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવાના પ્રયાસોમાં લાગ્યા છે.
મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના જ્યારથી મુખ્ય સલાહકાર બન્યા છે, ત્યારથી તેઓ ભારત વિરુદ્ધ નિવેદનો અને ભારતના દુશ્મન દેશને સમર્થન આપવાનું અને આડકતરી રીતે ભારતને ટાર્ગેટ કરવાનું કામ કરી રહ્યા છે,ત્યારે પાકિસ્તાનની બાંગ્લાદેશની મુલાકાત બાદ હવે પાકિસ્તાનનું ખાસ મિત્ર તુર્કી પણ બાંગ્લાદેશ મુલાકાતે ગયું અને ભારત વિરોધી પ્રવતિ શરૂ કરી ભારતના વિસ્તારને જાણી જોઈને બાંગ્લાદેશનો વિસ્તાર ગણાવી હવે બાંગ્લાદેશ, પાકિસ્તાન,તુર્કી એક થઈ રહ્યાનું સપાટી ઉપર આવી રહ્યુ છે.
ત્યારે બાંગ્લાદેશના મોહમ્મદ યૂનુસનો શુ ઈરાદો છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે દરમિયાન પાકિસ્તાન બાદ તુર્કીને પણ વિવાદીત નકશો આપી ઉશ્કેરણીજનક કાર્ય કરતા ફરી વિવાદ ઉભો થયો છે.
આ પણ વાંચો:
CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi










