
America plane crash: 4 મહિના પહેલા અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાને તાજી કરાવતી ઘટના અમેરિકામાં બની છે. મંગળવારે સાંજે અમેરિકાના કેન્ટુકીમાં આવેલા લુઇસવિલે મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભયાનક પ્લેન દુર્ઘટના સર્જાઈ. એક UPS કાર્ગો પ્લેન ટેકઓફ કર્યાના થોડી જ સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગયુ અને રનવે નજીક જમીન સાથે અથડાતાં આગનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. વિમાનમાં આશરે 150,000 લિટર (આશરે 250,000 ગેલન) જેટ ફ્યુઅલ હતું, જે વિસ્ફોટ થયો અને સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો. જેમાં 4 લોકોની પુષ્ટી અને 11 થી વધુ ઈજાઓનો ભોગ બન્યાની માહિતી છે. જો કે મોતનો આંકડો વધી શકે છે.
उड़ान भरते ही अमेरिका में क्रैश हुआ प्लेन, धमाके के साथ उठा आग का गुबार, 3 की मौत
अमेरिका के केंटकी के लुईविल में एक बड़ा विमान हादसा हुआ, जिसमें UPS का एक बड़ा कार्गो प्लेन उड़ान भरते ही क्रैश हो गया. यह हादसा स्थानीय समयानुसार शाम 5:15 बजे हुआ जब विमान मोहम्मद अली इंटरनेशनल… pic.twitter.com/xP8XT1gaIo
— NDTV India (@ndtvindia) November 5, 2025
એરપોર્ટ પરના લોકોએ જણાવ્યું હતું કે વિમાને સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 5:15 વાગ્યે ઉડાન ભરી હતી ત્યારે અચાનક તેની ઊંચાઈ ઓછી થવા લાગી. થોડીવારમાં જ જમીન પરથી એક જોરદાર વિસ્ફોટ થયો અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળ્યા. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં આખી રનવે લાઇન આગની જ્વાળાઓમાં લપેટાયેલી દેખાઈ રહી હતી, જાણે જ્વાળામુખીનો લાવા ફાટી નીકળ્યો હોય.
લુઇસવિલે પોલીસ અને ફાયર વિભાગની ડઝનબંધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં નજીકના ઘણા ગોદામો અને પાર્કિંગ લોટ બળીને રાખ થઈ ગયા હતા.
અત્યાર સુધીની સત્તાવાર માહિતી અનુસાર, આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 11 થી વધુ લોકો ઘાયલ થયા છે. બે લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. વિમાન દુર્ઘટનાને કારણે નજીકના કેન્ટુકી પેટ્રોલિયમ રિસાયક્લિંગ અને ગ્રેડ-એ ઓટો પાર્ટ્સના વેરહાઉસમાં પણ ભીષણ આગ લાગી હતી. બંને ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી.
તપાસ ચાલુ છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ જેટ ફ્યુઅલ લીક થવાને કારણે અથવા એન્જિન ફેલ થવાને કારણે અકસ્માત થયો હતો. NTSB (નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બ્લેક બોક્સ ડેટાની સમીક્ષા કરી રહી છે. UPS એ અકસ્માતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તે તેના કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે છે. લુઇસવિલે એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, અને બધી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.
આ ઘટના એટલી ભયંકર જેમાં મોતનો આંકડો વધી શકે છે. કારણ કે 12 જૂને ગુજરાતના અમદાવાદ બનેલી પ્લેન ક્રેશની ઘટના જેવી જ આ ઘટના છે. જેમાં બોર્ડ પર 241 લોકો (230 પેસેન્જર અને 12 ક્રૂ મેમ્બર) અને જમીન પર 19 લોકોના મોત થયા હતા. ફ્લાઇટમાં 242માંથી માત્ર એક જ વ્યક્તિ બચી ગયો હતો.
આ પણ વાંચો:
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…
‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghan










