
US: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ભારે ઉધામા અને વિરોધ છતાં ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાની અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયરની ચૂંટણીમાં વિજેતા બન્યા છે,તેઓએ 50% કરતા વધુ મતો મેળવી જીત હાંસલ કરી છે નોંધનીય છે કે મમદાની ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ સાથેજ મમદાની છેલ્લા 100 વર્ષમાં ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ મુસ્લિમ મેયર બનશે.
મહત્વનું છે કે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે મમદાની વિરુદ્ધમાં સતત ઝુંબેશ ચલાવી હતી અને ટ્રમ્પે તો ત્યાં સુધી ધમકી આપી હતી કે જો મમદાની જીતશે તો ન્યૂ યોર્કને ફંડિંગ રોકી દેશે પરંતુ આખરે ઝોહરાન મમદાની જીત્યા છે
34 વર્ષીય જોહરાન મમદાનીએ આર્થિક અસમાનતાને દૂર કરવા માટે ક્રાંતિકારી ફેરફારોની હિમાયત કરી છે. તેમના પ્રેરણાદાયક દ્રષ્ટિકોણ અને નીડર એજન્ડાએ ન્યૂયોર્કના હજારો યુવા સમર્થકોને તેમની તરફેણમાં કર્યા છે. મમદાનીના અચાનક ઉભારે શહેરના ધનિક વર્ગને ચોંકાવી દીધો છે. મમદાનીને તેમની ચૂંટણી ઝુંબેશમાં અમેરિકાના પ્રગતિશીલ રાજકારણના મોટા ચહેરાઓ જેવા કે સેનેટર બર્ની સેન્ડર્સ અને પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝનું પણ સમર્થન મળ્યું હતું. આ જીત સાથે, જોહરાન મમદાની ન્યૂયોર્કમાં ડેમોક્રેટ્સના નવા અને ઉભરતા સ્ટાર તરીકે સ્થાપિત થયા છે, જે અમેરિકન રાજકારણમાં સંભવિત મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે.
આ ઐતિહાસિક ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીભર્યા નિવેદન સાથે રાજકીય વાતાવરણ ગરમ કર્યું હતું. ટ્રમ્પે અગાઉ મમદાનીને “પાગલ સામ્યવાદી” ગણાવ્યા હતા, તેમણે સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી કે જો,મમદાનીને જીત મળશે, તો ન્યૂ યોર્કને ફેડરલ ફંડિંગ રોકવામાં આવશે. ન્યૂ યોર્ક પહેલાથી જ ડેમોક્રેટિક ગઢ માનવામાં આવે છે, અને આજ વાત ટ્રમ્પને ખૂંચતી હતી પણ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
ચૂંટણી દરમિયાન ન્યૂયોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો કે જેઓ પોતે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે,તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું તેઓ ચૂંટણી અગાઉ બધાને કહેતા હતા કે મમદાનીની નીતિઓ એટલી ખતરનાક છે કે જો તેઓ જીતશે તો શહેરના વ્યવસાયો નાશ પામશે. જવાબમાં, મમદાનીએ તેમને “ટ્રમ્પની કઠપૂતળી” કહ્યા હતા.
ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સતત મમદાની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી અને મસ્કે કુઓમોના સમર્થનમાં સોશિયલ મીડિયા ઉપર લોકોને વોટ આપવા અપીલ કરી હતી છતાં મમદાની વિજેતા બન્યા છે.
આ પણ વાંચો:
Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું
Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?










