
India Hydrogen Bomb Test PAK Claim: અમેરિકાએ નવા પરમાણુ હથિયારોનું પરિક્ષણ કરવાની જાહેરાત કર્યા બાદ દુનિયામાં ફરી એકવાર પરમાણુ હથિયાર બનાવવાની જાણે હરીફાઈ શરૂ થઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને પાકિસ્તાન પરમાણુ પરિક્ષણ કરી રહયા હોવાની વાત મૂકી અન્ય દેશોને ચોંકાવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાકિસ્તાન હાલ અન્ડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર ટેસ્ટ કરી રહ્યું છે પરિણામે ભૂકંપના ઝટકા આવી રહયા છે.
હવે,પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે દાવો કર્યો છે કે ભારત પણ પોખરણ ૨.૦ અંતર્ગત હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે અને આ વાતને લઈ પાકિસ્તાન સતર્ક છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સૈન્યને ૩૩ વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવાના આદેશ આપ્યા હતા એવામાં ભારત પણ પરીક્ષણ કરવા જઇ રહ્યું હોવાની પડોશી મુલ્કમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે દાવો કર્યો છે કે ભારત ટૂંક સમયમાં એક નવા થર્મોન્યૂક્લિયર (હાઇડ્રોજન બોમ્બ)નું પરીક્ષણ કરી શકે છે. ભારત ૧૯૯૮ના પોખરણ પરીક્ષણમાં અસફળ રહ્યું હતું હવે તે ફરીથી પરિક્ષણ કરી સફળ થવા માંગે છે.
બસિતે એવો પણ દાવો કર્યો કે ભારતે જ્યારે 1998માં જ્યારે પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે વૈશ્વિક ભૂકંપીય આંકડા મુજબ તે વિસ્ફોટની તાકાત ૪૫ કિલો ટન નહી પણ માત્ર ૧૦થી ૧૫ કિલો ટન જ હતી પણ ભારતે આ વાત છુપાવી હતી કેમકે ૨૦૦૮માં અમેરિકાની સાથે થનારી પરમાણુ ડીલ પર તેની અસર ના પડે, પાકિસ્તાનના પૂર્વ રાજદૂત બાસિતે આ મુજબ દાવો કર્યો હતો.
બાસિતનું માનવું છે કે હવે જ્યારે ખુદ અમેરિકાજ પરમાણુ પરીક્ષણ કરવા જઇ રહ્યું છે ત્યારે હવે ભારતને પણ હાઇડ્રોડન બોમ્બનું પરીક્ષણ કરતા કોઈ અટકાવી શકે નહીં તેવું બહાનું મળી જશે.
બસિતના કહેવા મુજબ ભારત પરમાણુ હથિયારો મામલે ભારત ચીન સાથે બરાબરી કરવા માગે છે. બસિતે ચેતવણી આપતા કહ્યું કે જો ભારત દ્વારા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું તો પાકિસ્તાન પણ ચુપ નહીં રહે અને તે પણ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરશે જે પાકિસ્તાન માટે જવાબી કાર્યવાહી ગણાશે.
બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા દેશો નવા પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે આ અન્ડરગ્રાઉન્ડ પરીક્ષણોને કારણે જ ભૂકંપના ઝટકા આવે છે જેથી અમેરિકાએ પણ હવે પાછીપાની ના કરવી જોઇએ તેવે સમયે ભારત પણ નવા પરમાણુ હથિયારો બનાવવા સક્રિય થઈ શકે છે તે વાતથી પાકિસ્તાન એલર્ટ થઈ ગયું છે.
અમેરિકાની ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાની પાસે સમગ્ર વિશ્વને ૧૫૦ વખત ઉડાવવાની ક્ષમતા હોવાછતાં અન્ય દેશો જે રીતે પરમાણુ ટેસ્ટ કરી રહયા છે ત્યારે અમે નવા પરિક્ષણ કરીશું.
આમ,ટ્રમ્પના આ નિવેદન બાદ હવે ફરી પરમાણુ હથિયારો માટે હરીફાઈ તેજ બની છે ત્યારે ભારતે પણ હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરવા તૈયારીઓ શરૂ કરી હોવાની વાતથી ભારે હોબાળો મચ્યો છે.
આ પણ વાંચો:
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું










