Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

  • World
  • April 25, 2026
  • 0 Comments

Pakistan: ફરી એકવાર ઈરાન-અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા થવાની છે પણ આ વખતે તે બેઠક થોડી અલગ હશે,જેમાં ઈરાન સીધા અમેરિકન પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા નહિ કરે પણ તે પાકિસ્તાન સાથે મિટિંગ કરી પોતાની શરતો પાકિસ્તાન સમક્ષ મુકશે અને પાકિસ્તાન ઇરાનની શરત અમેરિકાને સમક્ષ મુકશે. આમ,ઈરાન સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, તેઓ અમેરિકી અધિકારીઓ સાથે સીધી મુલાકાત નહી કરે.

બીજી તરફ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ પ્રતિનિધિઓ આજે પાકિસ્તાન જવા નીકળશે અમેરિકા તરફથી સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર પાકિસ્તાન પહોંચશે. ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પણ આવી શકે ઉલ્લેખનીય છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી અગાઉથી જ શુક્રવારે ઇસ્લામાબાદ પહોંચી ગયા છે.

ઈરાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, તેમના અધિકારીઓ અમેરિકી પ્રતિનિધિઓને મળશે નહીં. ઈરાન પોતાની વાત મધ્યસ્થી પાકિસ્તાન મારફતે જ અમેરિકા સુધી પહોંચાડશે. બીજી તરફ, ટ્રમ્પે મીડિયાને કહ્યું હતું કે, ઈરાન તરફથી એક મોટી ઓફર છે જે અમેરિકાની શરતો મુજબની છે. જોકે,તે ઓફર શું છે તે જાણી શકાયું નથી.

અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું છે કે “ઈરાન પાસે આ એક મંત્રણા માટેની તક છે, જેમાં ઇરાને માત્ર પરમાણુ હથિયારોનો ત્યાગ કરવાનો છે ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષના કારણે વિશ્વભરમાં મોંઘવારીનો આંકડો વધી રહ્યો છે.

શાંતિ મંત્રણામાં અનિશ્ચિતતાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આ સપ્તાહે 16% નો ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ રૂટ ઉપર તણાવ છે. જ્યાં અગાઉ રોજના 130 જહાજ પસાર થતા હતા જે હવે ઘટીને માત્ર માંડ પાંચ જહાજ પસાર થઈ રહયા છે હાલ ફરી એકવાર સમગ્ર વિશ્વની નજર ઇસ્લામાબાદ પર ટકેલી છે,જ્યાં અગાઉ ઈરાન-અમેરિકા વચ્ચે મંત્રણા નિષ્ફળ રહી હતી હવે બીજીવાર બેઠક મળી રહી છે ત્યારે શું નિર્ણય આવે છે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 2 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 4 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 5 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 3 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 6 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?

  • July 31, 2026
  • 4 views
Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?