AI Hacking Chrome: શું AI હવે out of contro થઈ ગયુ? Claude Opusએ જાતેજ તૈયાર કરી Chrome હેક કરવાની પદ્ધતિ! ટેક જગતમાં હડકંપ

  • World
  • April 24, 2026
  • 0 Comments

AI Hacking Chrome: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આપણને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ જો આ AI પોતે જ ડિજિટલ દુનિયાના તાળા તોડવાનું શરૂ કરે તો શું થશે? એટલે કે જાતેજ હેકિંગ કરવાનું શરૂ કરે છે તો શું થશે? તાજેતરના સંશોધન અને પરીક્ષણ દરમિયાન, Cloud 3 Opus એ કંઈક આવું જ કર્યું અને ટેક જગતમાં હલચલ મચાવી દીધી.

કોઈપણ માનવ મદદ વિના AI એ જાતેજ Chrome માં ખામીઓ ઓળખી કાઢી અને તેને હેક કરવાનો માર્ગ શોધી કાઢ્યો. AI ના આ કાર્યથી ટેક જગતમાં AI સલામતી અને નીતિશાસ્ત્ર અંગે એક નવી ચર્ચા શરૂ થઈ છે એક તરફ, AI વિશ્વભરમાં હજારો લોકોની નોકરીઓ માટે ખતરો બની રહ્યું છે અને સેંકડો લોકો પોતાની નોકરી ગુમાવી રહયા છે. અત્યાર સુધી, કંપનીઓ હેકિંગ અટકાવવા માટે AI નો ઉપયોગ કરતી હતી, પરંતુ એન્થ્રોપિકના એક ટૂલનો ઉપયોગ હેકિંગ માટે થઈ રહ્યો છે. એક પ્રયોગમાં, AI મોડેલ ક્લાઉડ ઓપસે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જ એક ખામી શોધી કાઢી અને તેનો ઉપયોગ સંપૂર્ણ હેકિંગ માટે કર્યો છે.

વિશ્લેષકે હેકટ્રોન પોર્ટલ પર સંપૂર્ણ વિગતો શેર કરી, જેમાં જણાવ્યું કે આ સુરક્ષા પરીક્ષણ માટે કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેમણે હેક કરવા માટે આશરે $2,283નો ઉપયોગ કર્યો હતો. કુલ ખર્ચ 2.23 બિલિયન ટોકન્સ હતો, જે API ખર્ચમાં શામેલ છે.

■ક્રોમને હેક કરવા માટે AI એ એક સંપૂર્ણ યોજના બનાવી.

આ કાર્ય એક સાયબર સુરક્ષા સંશોધક દ્વારા પરીક્ષણ તરીકે હાથ ધરવામાં આવ્યું હતું. AI ને ક્રોમના V8 એન્જિનમાં બગ અથવા નબળાઈ શોધવાનું અને પછી તેનો ઉપયોગ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે પદ્ધતિ વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કાર્ય સરળ નહોતું, કારણ કે તેમાં ઊંડી તકનીકી સમજ અને અસંખ્ય પગલાંની જરૂર હતી. નિષ્ણાત હેકર્સ સામાન્ય રીતે આ કાર્ય પૂર્ણ કરવામાં અઠવાડિયા કે મહિનાઓ લેતા હતા.

શરૂઆતમાં તે એક ભૂલ કરી પરંતુ બાદમાં તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

નિષ્ણાતોને જે પૂર્ણ કરવામાં અઠવાડિયા લાગે છે, તે AI ધીમે ધીમે શીખી અને પૂર્ણ કરી. શરૂઆતમાં, AI ભૂલો કરતી હતી, અને કોડ વારંવાર નિષ્ફળ જતો હતો, જેને વારંવાર માનવ માર્ગદર્શનની જરૂર પડતી હતી. પરંતુ પછી, તેના ભૂતકાળના પ્રતિભાવોમાંથી શીખીને, AI એ કોડ સુધાર્યો અને અંતે તે Exploits કરવામાં સફળ રહ્યો.

જોકે આ સમગ્ર પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રમાણમાં ડેટા અને કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ થયો, જેમાં અબજો ટોકન્સનો ખર્ચ થયો, જે લાખો હતો. આ કોઈ પણ રીતે સસ્તી કે સરળ પદ્ધતિ નહોતી. જો કે, તે દર્શાવે છે કે, યોગ્ય સંસાધનો આપવામાં આવે તો, AI સૌથી મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરી શકે છે.

■ Exploits એટલે શું ?

તમને આશ્ચર્ય થશે કે Exploits એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો, તે એક એવી પદ્ધતિ છે જે સિસ્ટમની ઍક્સેસ મેળવવા અથવા તેને નિયંત્રિત કરવા માટે સોફ્ટવેર નબળાઈનો ઉપયોગ કરે છે. આ કિસ્સામાં, AI એ ક્રોમના તે ભાગને નિશાન બનાવ્યો જે સંવેદનશીલ હતો.

નોંધનીય છે કે, આ AI હુમલો ક્રોમના જૂના વર્ઝન પર હતો. ઘણી એપ્લિકેશનો હજુ પણ ક્રોમના જૂના વર્ઝનનો ઉપયોગ કરે છે. તેથી, આ ચેતવણી તેમના માટે ચેતવણી તરીકે કામ કરે છે. કોઈપણ બ્રાઉઝર અથવા એપ્લિકેશનના જૂના વર્ઝન ખતરનાક બની શકે છે કારણ કે તે અપડેટ થયેલા નથી. AI આ ગાબડાઓને ઓળખી શકે છે અને તેમના પર હુમલો કરી શકે છે.

■ આ હકીકતે નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા છે.

આ AI પરીક્ષણે લોકોને આશ્ચર્યચકિત કર્યા છે,ટેક નિષ્ણાતો એ વાતથી પણ ચિંતિત છે કે જો ભવિષ્યમાં AI સસ્તું બનશે, તો ઘણા લોકો તેનો ઉપયોગ હેકિંગ અથવા અન્ય હેતુઓ માટે કરી શકે છે. હાલમાં, આ પ્રયોગ ઘણો ખર્ચાળ છે, પરંતુ AI વિકાસની ગતિ ખૂબ જ ઝડપી છે, અને ભવિષ્યમાં આ કાર્ય ખૂબ સરળ બની શકે છે.

આ જ કારણ છે કે ઘણી મોટી AI કંપનીઓએ તેમના સૌથી શક્તિશાળી મોડેલો સંપૂર્ણપણે રજૂ કર્યા નથી. તેમને ડર છે કે AI નો દુરુપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય