Trump: ઈરાન ઉપર ગમેત્યારે થશે મોટો હુમલો,ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડી દેવા અપીલ!

  • World
  • April 24, 2026
  • 0 Comments

તરંગી ટ્રમ્પ અને નેતા વગરના ઈરાનની જીદ સમગ્ર વિશ્વને દઝાડશે

 Trump: ડોનાલ્ડ ટ્રમ્પ બેફામ અને મનફાવે તેમ નિવેદન કરી રહયા છે તેઓ તરંગી સ્વભાવના માણસ છે ઘડીકમાં ભારતને દોસ્ત કહે છે તો વળી ઘડીકમાં નરકનું દ્વાર કહે છે,અમેરિકામાં વસતા ભારતીયો માટે તેઓને સૂગ છે તે લોકો ટ્રમ્પને ગમતા નથી અને નર્કમાંથી અહીં અમેરિકામાં લોકો ઠલવાઇ રહયા સામે વાંધો ઉઠાવ્યો છે અને અહીં જન્મે તે અમેરિકન બની જાય તે વાત સામે બળતરા ઠાલવી રહયા છે તેઓએ શાંત ઈરાન ઉપર હુમલો કરી ત્યાંની નેતાગીરીને ખતમ કરી નાખી છે હવે ઈરાન કપ્તાન વગરનું જહાજ થઈ ગયું છે હવે ઈરાનમાં વિશ્વાસપાત્ર નેતાગીરી રહી નહિ હોવાથી યુદ્ધ એજ કલ્યાણ કરવા જતાં ઇરાનનું શુ થશે તેતો સમય જ કહેશે પણ ત્યાંની નેતાગીરી હવે ભારતનું માન પણ રાખતી નથી તેથી જુના સબંધો સામે સવાલ ઉઠ્યા છે બીજું વિશ્વને જે નુકસાન જઈ રહ્યું છે એ હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ છે આ માર્ગને કારણે સમગ્ર વિશ્વના દેશો ઉપર આર્થિક સંકટ ઉભું થયુ છે

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છેપરિણામે સ્થિતિ બગડી શકે છે,કારણ કે હવે જે યુદ્ધ થવાનું છે તે વિનાશકારી હશે તે વાતની શક્યતાઓ વચ્ચે તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આજે ગુરુવારે (23 એપ્રિલ 2026) એક નવી અને ગંભીર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત રીતે ઈરાન છોડી દેવાની ચેતવણી આપી છે.

ઇરાનના તેહરાન ખાતે આવેલી ભારતીય દૂતાવાસ કચેરીએ એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, ‘ભારતીય નાગરિકો હવાઈ અથવા જમીની માર્ગે ઈરાનની યાત્રા ન કરે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હોઈ શકે છે.’ હાલ હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણો લાગેલા હોય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંચાલનને લઈને અનેક પડકારો ઉભા થયા છે એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓ તાત્કાલિક ઈરાન છોડી દે અને કોઈ સમસ્યા જણાય તો નાગરિકો દૂતાવાસના સંપર્કમાં રહે.’

હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો

ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આ માટે દૂતાવાસે સંપર્ક નંબર પણ જારી કર્યા છે:

મોબાઈલ નંબર: +989128109115; +989128109109, +989128109102; +989932179359

ઈમેલ: cons.tehran@mea.gov.in

ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે હવે નજીકના ભવિષ્યમાં ઈરાન-અમેરિકા વચ્ચે મોટું યુદ્ધ થવાની શક્યતા છે,હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધી ગયો છે અને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નૌસેનાને કોઈપણ શંકાસ્પદ લાગતી ઈરાની બોટને તાત્કાલિક ઉડાવી દેવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે માઈન-સ્વીપિંગના અભિયાનને આગળ વધારવા આદેશ કરતા ઈરાન સાથે સીધી ટક્કર શરૂ થઈ છે.

ટ્રમ્પે કહ્યું કે, ‘ઈરાનમાં અસલી નેતા કોણ છે તે તેમને પોતાને પણ સ્પષ્ટ ખબર નથી. ત્યાં સત્તા માટે બે જૂથો પડી ગયા છે ભારે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે પરિણામે ઈરાનની નેતાગીરી સામે સવાલ ઉઠ્યા છે પરિણામે વાતનો નિવેડો આવવાનું શક્ય જણાતું નથી.

આવા સમયે ટ્રમ્પે હવે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર નિયંત્રણ મેળવવા અને ઈરાની બોટોને ફૂંકી મારવા આદેશ કરતા હવે યુદ્ધની ચિનગારી ફરી હોર્મુઝ સ્ટ્રેટથી શરૂ થવાની છે જે આખા મધ્ય પૂર્વને સળગાવશે આ યુદ્ધ ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ હશે પરિણામે ભારતીય સમુદાયને ઈરાન છોડી ભારત ભેગા થવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય