Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’ કેન્સલ કરી!

  • World
  • April 25, 2026
  • 0 Comments

Pakistan: પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચે બેઠક થવાની વાતો હતી પણ હવે આ બેઠક યોજાય તે પહેલાં જ સુરસુરીયું થઈ ગયું છે અને અમેરિકાથી પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચે તે પહેલાજ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આજે શનિવાર સાંજે ઈસ્લામાબાદથી અમેરિકી અધિકારીઓને મળ્યા વગર જ ઈરાન પરત જતા રહયા છે, પાકિસ્તાની અધિકારીઓએ તેમને એરપોર્ટ પર વિદાય આપી હતી.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘછીએ માત્ર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને અન્ય અધિકારીઓ સાથે જ બેઠક કરી હતી અને પોતાની શરતો મૂકી હતી આ શરતો ઈરાન વતી અમેરિકાને પહોંચાડી દેવા જણાવી તેઓ ઈરાન પરત થઈ જતા અમેરિકન પ્રતિનિધિ મંડળ હવે કોની સાથે વાટાઘાટો કરે તે સ્થિતિમાં તેઓએ પણ ઈરાન આવવાનું માંડી વાળતા બેઠકનું અચ્યુતમ થઈ ગયું છે.

અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર આજે શનિવારે ઈસ્લામાબાદ પહોંચવાના હતા. પરંતુ અરાઘચી તેમને મળ્યા વગર જ રવાના થઈ ગયા રોયટર્સના અહેવાલ મુજબ, અરાઘચીએ પાકિસ્તાનને ઈરાનની શરતો અને અમેરિકી માંગણીઓ પરના પોતાના વાંધાઓ પણ સોંપી દીધા છે. ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘેઈએ જણાવ્યું કે ઈરાન પોતાની વાત પાકિસ્તાન દ્વારા જ અમેરિકા સુધી પહોંચાડશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન જઈ રહેલા પોતાના અધિકારીઓનો પ્રવાસ રદ કરી દીધો છે ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમણે સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરની 18 કલાક લાંબી યાત્રા અટકાવી દીધી છે, કારણ કે તેનો કોઈ ફાયદો નહોતો.

તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકા મજબૂત સ્થિતિમાં છે અને અમારી પાસે બધા જ પત્તા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે અમેરિકાનો સંપર્ક કરી શકે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકી ટીમ હવે પાકિસ્તાન જઈને કોઈ પણ પરિણામ વગરની વાતચીત માટે રાહ જોશે નહીં આમ,કોઈ પરિણામ વગર જ બેઠક મળે તે પહેલાજ તેનું સુરસુરીયું થઈ જતા તેની તેજ સ્થિતિ રહેતા વિશ્વમાં આર્થિક સંકટ ઠેર નું ઠેર રહેવા પામ્યું છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

  • July 22, 2026
  • 3 views
Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

  • July 22, 2026
  • 2 views
Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

  • July 22, 2026
  • 6 views
Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ