
Nuclear Test: પાકિસ્તાન પરમાણુ હથિયારોનું પરિક્ષણ કરી રહ્યું હોવાનું ટ્રમ્પના જવાબદાર નિવેદનને લઈ ભારે ચર્ચા ઉઠી છે તેઓએ એમપણ કહ્યું કે વારંવાર આવી રહેલા ભૂકંપના ઝટકા તે વાતનો મોટો પુરાવો છે.
પાકિસ્તાને અગાઉ જે વિસ્તારમાં પરમાણુ ટેસ્ટ કર્યા હતા તે વિસ્તાર એટલે કે બલુચિસ્તાનમાં આવા ઝટકા આવી રહયા છે અહીં દર વર્ષે સરેરાશ 29 ભૂકંપ નોંધાઈ રહયા છે, જેમાંથી મોટાભાગના મધ્યમ તીવ્રતાના હોવાનું નોંધાયુ છે
જોકે,ટ્રમ્પના નિવેદન બાદ હવે સવાલ એ થાય કે શું આ ભૂકંપ પરમાણુ પરીક્ષણને કારણે આવી રહ્યા છે? આ વાત ત્યારે વધુ ગંભીર બની જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબદારી અને ભાર પુર્વક દાવો કર્યો છે કે પાકિસ્તાન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સીબીએસ ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે રશિયા, ચીન અને ઉત્તર કોરિયા જેવા અન્ય પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો પણ ગુપ્ત રીતે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરી રહ્યા છે પરંતુ વિશ્વ તેના વિશે મૌન છે.
આ અંગે CBS ન્યૂઝે જ્યારે એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીને પૂછ્યું ત્યારે તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરીને કોઈપણ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરશે નહીં.
જોકે, ટ્રમ્પના પાકિસ્તાનના પરમાણુ પરિક્ષણના દાવાએ ફરી એકવાર આ વાત ઉપર વિચાર કરવા મજબુર કર્યા છે કારણ કે આ તે જ વિસ્તાર જ્યાં પાકિસ્તાને તેના અગાઉના પરમાણુ પરીક્ષણો કર્યા હતા અને ભૂકંપ યાદી મુજબ નોંધાયું છે કે બલુચિસ્તાનમાં દર વર્ષે સરેરાશ ૨૯ ભૂકંપ આવે છે ત્યારે હવે સવાલ એ છે કે શું બલુચિસ્તાનમાં આવેલા ભૂકંપ એ પાકિસ્તાન દ્વારા થઈ રહેલા પરમાણુ પરીક્ષણો સાથે જોડાયેલા છે?
અભ્યાસોમાં ભૂકંપ અને પરમાણુ પરીક્ષણો વચ્ચે કેટલીક સમાનતાઓ જોવા મળી છે પણ તે હજુ સ્પષ્ટ નથી.
તાજેતરમાં, યુ.એસ.માં લોસ એલામોસ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા એક નવો અભ્યાસ પ્રકાશિત થયો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક ભૂકંપ ખરેખર ગુપ્ત પરમાણુ પરીક્ષણો હોઈ શકે છે. આ સંશોધન જોશુઆ કાર્માઇકલ દ્વારા કરવામાં આવ્યું હતું અને બુલેટિન ઓફ ધ સિસ્મોલોજીકલ સોસાયટી ઓફ અમેરિકામાં પ્રકાશિત થયું હતું.
કાર્માઇકલની ટીમે અહેવાલ આપ્યો છે કે સિગ્નલ ડિટેક્ટર મશીન 97 ટકા ચોકસાઈ સાથે 1.7 ટનના ભૂગર્ભ વિસ્ફોટને શોધી શકે છે.
જો ભૂકંપ 100 સેકન્ડની અંદર અને 250 કિલોમીટરના ત્રિજ્યામાં આવે છે, તો તેની ચોકસાઈ ઘટીને માત્ર 37 ટકા થઈ જાય છે. આનો અર્થ એ છે કે જો નજીકમાં ભૂકંપ આવે છે, તો તેના મોજામાં પરમાણુ વિસ્ફોટ છુપાયેલો હોઈ શકે છે, જેનાથી શોધ અત્યંત મુશ્કેલ બને છે. આવા સમયે ડોનાલ્ટ ટ્રમ્પે પાકિસ્તાન પરમાણુ પરિક્ષણ કરી રહ્યું હોવાનો ધડાકો કર્યો છે ત્યારે હવે પછી ભારતની પ્રતિક્રિયા ઉપર વિશ્વની નજર છે.
આ પણ વાંચો:
America plane crash: અમેરિકામાં પ્લેન ક્રેશ થતાં જ વિકરાળ આગ, મુસાફરો જીવતા ભૂંજાયા










