
Bihar: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના પહેલા તબક્કા પહેલા, કેન્દ્રીય મંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા લલ્લન સિંહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓએ વિવાદ ઉભો કર્યો છે. મોકામામાં તેમના ભાષણ પર રાજકીય હોબાળો વચ્ચે, ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે, પહેલા લલ્લન સિંહને નોટિસ જારી કરી છે અને હવે તેમની સામે કેસ દાખલ કર્યો છે. આ નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,જેમાં તેઓ કહી રહયા છે કે “ઘરમાંથી તેવાજ મતદારો બહાર નીકળવા જોઈએ જેઓ અમને વોટ આપવાના હોય” આ નિવેદન આડકતરી રીતે ધમકી માનવામાં આવતા વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ ઉપર સવાલો ઉઠાવતા આખરે તેઓ સામે ફરિયાદ થઈ છે.
जिला प्रशासन, पटना द्वारा वीडियो निगरानी टीम के वीडियो फुटेज की जांच की गई। जांचोपरांत इस मामले में श्री ललन सिंह उर्फ श्री राजीव रंजन सिंह के विरूद्ध भारतीय नागरिक सुरक्षा संहिता एवं लोक प्रतिनिधित्व अधिनियम की सुसंगत धाराओं के तहत प्राथमिकी दर्ज की गई है।@CEOBihar @ECISVEEP pic.twitter.com/NVtIPpE3O8
— District Administration Patna (@dm_patna) November 4, 2025
આરજેડીએ ‘X’ પોસ્ટમાં લખ્યું છે કે કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ ચૂંટણી પંચની છાતી પર બુલડોઝર ચલાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મતદાનના દિવસે ગરીબોને તેમના ઘરની બહાર નીકળવા ન દેવા જોઈએ. તેમને તેમના ઘરમાં બંધ કરી દેવા જોઈએ અને જો તેઓ ખૂબ આજીજી કરે તો તેમને પોતાની સાથે લઈ જઈને મતદાન કરવા દેવા જોઈએ.” આ સાથે, આરજેડીએ ચૂંટણી પંચ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. ‘X’ પર લલ્લન સિંહનો વીડિયો શેર કરતા કોંગ્રેસે લખ્યું છે કે, “મોદી સરકારના મંત્રી લલ્લન સિંહ કહે છે કે જે લોકો ભાજપ-જેડીયુ વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છે, તેમને ચૂંટણીના દિવસે તેમના ઘરની બહાર નીકળવા ન દેવા જોઈએ.
આ વિડીયોને લઈ રાજકારણ ગરમાયુ છે અને સામી ચૂંટણીએ ભારે હોબાળો મચતા આખરે આ મામલે FIR નોંધવામાં આવી છે.
આ પણ વાંચો:
CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi








