
Tamil Nadu: દેશમાં રોજે રોજ અપરાધિક ઘટનાઓ બની રહી છે. જે અટકવાનું નામ જ નથી લઈ રહી. જાહેરમાં હત્યા, બળાત્કાર જેવી ઘટનાઓ દેશમાં માથું ઊંચક્યું છે. ત્યારે તમિલનાડુમાં એક યુવતી પર ગુજારાયેલા સામૂહિક બળાત્કારથી હડકંપ મચ્યો છે. કોઈમ્બતુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક યુવતીના બોયફ્રેન્ડને માર મારી તેની સામે જ અજાણ્યા 3 નરાધમોએ બળત્કાર ગુજાર્યો. આ મામલે આરોપીઓ વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બંને પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા રવિવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ તેના બોયફ્રેન્ડ સાથે ફરવા માટે હોસ્ટેલથી નીકળી હતી. બંને છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. તેઓએ બહાર રાત્રિભોજન કર્યું અને પછી એરપોર્ટ તરફ કાર લઈને જતાં હતા. પોલીસે જણાવ્યું કે રાત્રે 11 વાગ્યાની આસપાસ ત્રણ અજાણ્યા ચોરીની બાઈક પર કાર પાસે આવ્યા. તેઓએ પહેલા કારના વિન્ડશિલ્ડ પર પથ્થરમારો કર્યો અને પછી બોયફ્રેન્ડને ગાડીમાંથી બહાર કાઢી છરી બતાવી હતી. જે બાદ માર માર્યો. જ્યારે તેની ગર્લફ્રેન્ડે વચ્ચે છોડવા પડતાં તેને પણ માર માર્યો.
બોયફ્રેન્ડને બંધક બનાવી યુવતી પર બળત્કાર ગુજાર્યો
બોયફ્રેન્ડને ગંભીર રીતે માર માર્યા પછી આરોપીઓ યુવતીને બળજબરીથી એકાંત વિસ્તારમાં લઈ ગયા. તેઓએ તેને એરપોર્ટથી લગભગ એક કિલોમીટર દૂર મોટર રૂમ જેવા શેડમાં બંધક બનાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપીઓએ કથિત રીતે યુવતીને ઘટના વિશે કોઈને ના કહેવાની ધમકી આપી હતી. આરોપીઓએ સોમવારે સવારે 4:30 વાગ્યે પીડિતાને છોડી દીધી હતી.
ઇજાઓને યુવતી બેભાન
હુમલાને કારણે યુવતી થોડા સમય માટે બેભાન થઈ ગયો હતો. રાત્રે 11:25 વાગ્યે તેને ભાન આવ્યું. તેણે ક્ષતિગ્રસ્ત કારને એરપોર્ટ રોડ તરફ હંકારી અને પસાર થતા લોકોને મદદ માંગી. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
પોલીસ તપાસ ચાલુ
ઘટનાની જાણ થતાં પોલીસ ટીમોએ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી, પરંતુ પીડિતા આરોપીઓથી બચી ગઈ હતી. તે નજીકના રહેણાંક વિસ્તારમાં પહોંચી અને પોલીસને ફોન કરવામાં સફળ રહી. પીડિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યારે તેના બોયફ્રેન્ડને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદોને પકડવા માટે સાત ખાસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…
‘દીકરીના નિહાપા લાગ્યા’, ભાજપ નેતા દિલપી સંઘાણીએ આવું ટ્વીટ કેમ કર્યું? | Dileep Sanghani








