
દિલ્હીમાં ગંભીર સ્તરે વધી રહેલા વાયુ પ્રદૂષણને AIIMSના પૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ અત્યંત ગંભીર ગણાવી નબળા ફેફસાં ધરાવતા લોકોને તત્કાળ દિલ્હી છોડી દેવા ચેતવણી આપતા તેના ઘેરા પ્રત્યાઘાત ઉઠ્યા છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે સોમવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને ફટકાર લગાવી હતી અને સોગંદનામું (Affidavit) માંગ્યું હતું. ન્યાયાધીશ બી.આર. ગવઈ અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કમિશનને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધીમાં કયા કયા પગલાં લેવામાં આવ્યા છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતુંકે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પગલાં કેમ લેવાતા નથી?ત્યાં સુધી અધિકારીઓ શુ કરે છે? પરિસ્થિતિ ગંભીર બને તે પહેલાં જ તૈયારી કરવી જોઈએ અને સમયસર પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે CAQM ને આદેશ આપ્યો કે તે પ્રદૂષણને “ગંભીર સ્તર” સુધી પહોંચતું અટકાવવા માટે અત્યાર સુધી લેવાયેલા પગલાંઓ અને ભવિષ્યમાં પ્રસ્તાવિત પગલાંઓનું વિગતવાર સોગંદનામું દાખલ કરે.
કોર્ટે ફરી સ્પષ્ટ કર્યું કે એજન્સીઓએ ફક્ત પરિસ્થિતિ પર(બચાવ) “પ્રતિક્રિયા” આપવાના બદલે અગાઉથીજ આવું ન થાય તે માટેની તૈયારી રાખવાની નીતિ અપનાવવી જોઈએ. CAQM નું પ્રતિનિધિત્વ કરતા વકીલે બચાવ કરતા કહ્યું કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) પ્રદૂષણ ડેટા પર દેખરેખ રાખવા માટે જવાબદાર છે. સુનાવણી દરમિયાન વકીલ અપરાજિતા સિંહ કે જેઓ કોર્ટના એમિકસ ક્યુરી (Amicus Curiae) તરીકે મદદ કરી રહ્યાં છે તેમણે કોર્ટના ધ્યાન પર લાવ્યું કે દિવાળીના સમયગાળા દરમિયાન દિલ્હીના ઘણા વાયુ ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનો કાર્યરત નહોતા.
તેમણે જણાવ્યું કે કુલ 37 સ્ટેશનોમાંથી ફક્ત નવ સ્ટેશન જ સતત કામ કરી રહ્યા હતા. સિંહે દલીલ કરી હતી કે જો મોનિટરિંગ સ્ટેશનો યોગ્ય રીતે કામ નહીં કરે, તો ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ક્યારે લાગુ કરવો તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ બની જશે, જેનાથી પ્રદૂષણનું સ્તર ભયાનક સ્થિતિ સુધી પહોંચી જઈ શકે છે. આમ,દિલ્હીના પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓને ફટકાર લગાવી જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો:
CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
દિવ્ય ભાસ્કરના ડિજિટલ હેડ મનીષ મહેતા નીચે રેલો?, દીર્ઘાયુ વ્યાસે વટાણા વેરી દીધા? | Dirghayu Vyas
PM મોદી ‘અપમાન મંત્રાલય’ મંત્રાલય બનાવે: Priyanka Gandhi








