Women Reservation Bill: મહિલા અનામત કાયદો લાગુ, સરકારે મોડી રાત્રે નોટિફિકેશન જાહેર કર્યું!

  • India
  • April 17, 2026
  • 0 Comments

Women Reservation Bill: દેશના કાયદા મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરી ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં મુકાયાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.

જોકે,આ જાહેરાત સરહે જ કાયદો અમલમાં આવી ગયો હોવા છતાં, લોકસભામાં મહિલાઓને તેનો હાલ તરત જ લાભ મળશે નહી,આ અનામતનો લાભ આગામી વસ્તી ગણતરી બાદ સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળશે હાલ સંસદમાં જે ચર્ચાઓ ચાલે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ મહિલા અનામત કાયદાને 2029ની ચૂંટણી થી અમલમાં લાવવાનો છે વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોને અપીલ કરી છે કે દેશની નારી શક્તિનું દેશમાં યોગદાન મજબૂત બને તે માટે સૌએ સાથે મળી કામ કરવું જોઇએ.

જ્યારે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સીમાંકન અને વસ્તી ગણતરીના નામે આ બિલને લંબાવવામાં આવી રહ્યું છે, જેમાં રાજકારણની રમત દેખાઈ આવે છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ મહિલા અનામતનું સમર્થન કરે છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિ શંકાસ્પદ જણાઈ રહી છે આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, સરકારે બધા પક્ષો સાથે વાત કરી છે અને મલ્લિકાર્જુન ખડગેને પણ ત્રણ વખત પત્ર લખ્યા છે. તેમણે ઉમેર્યુ કે આજે શુક્રવાર સાંજે 4 વાગ્યે આ અંગે મતદાન થશે,સરકારનો ધ્યેય એકમાત્ર મહિલાઓને તેમનો હક અપાવવાનો છે.

આમ,કાયદા મંત્રાલયે અડધી રાત્રે જાહેરનામું બહાર પાડીને બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023ની જોગવાઈઓ 16 એપ્રિલ, 2026થી અમલમાં આવશે તેમ જણાવ્યું છે પણ સંસદમાં હાલ આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ આ નિર્ણય કેમ લેવાયો તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી લોકસભામાં ચર્ચા હેઠળના ત્રણ બિલોનો ઉદ્દેશ્ય ૨૦૨૯થી આ અનામતને અમલમાં મૂકવાનો છે આ અનામત વ્યવસ્થા શરૂઆતમાં ૧૫ વર્ષ માટે રહેશે, જેને સંસદ દ્વારા આગળ લંબાવી શકાય છે આ કાયદા હેઠળ લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર
  • September 12, 2026

India JCR Credit Rating: જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે JCRએ ગયા અઠવાડિયે ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું છે. એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થા માટે સ્થિર આઉટલુક પણ જાળવી…

Continue reading
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા
  • September 12, 2026

Dera Sacha Sauda Advertisement: ડેરા સચ્ચા સૌદા અને તેના વિવાદિત પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ ડેરા તરફથી બે અખબારોમાં પ્રકાશિત કરાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 5 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 5 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 8 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 10 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 9 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 9 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા