Gujarat News: ખેતી બરબાદી તરફ, ભાજપ સરકાર અને કુદરતનો કેર

 Gujarat News: નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે. તેમાં અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાંના સાથે 1 કરોડ 20 લાખ 57 હજાર ટન ઉત્પાદન થવાની ધારણા કૃષિ વિભાગે દર્શાવી હતી. પણ તેમાં 4 વરસાદથી જો 30 ટકા નુકસાન થાય તો પણ 3 લાખ 50 હજાર ટનથી 4 લાખ ટન નુકસાન ખેડૂતોને થયું હોવાનું અનુમાન મૂકી શકાય છે.

10 ટકા પ્રમાણે નુકસાન – 12 લાખ 05 હજાર 700 ટન ગણી શકાય.

30 ટકા પ્રમાણે નુકસાન – 36 લાખ ટન નુકસાન ગણી શકાય છે.

ભાવમાં નુકસાન

તમામ પાકનો સરેરાશ ભાવ એક કિલોના માત્ર રૂ. 25 ગણવામાં આવે તો નુકસાન 3000 કરોડથી રૂ. 9 હજાર કરોડનું નુકસાન ગણી શકાય તેમ છે.

એક કિલોના સરેરાશ 50 રૂપિયા ભાવ ગણવામાં આવે તો તે 3 ગણું ગણી શાકાય છે. મતલબ કે રૂ. 27 હજાર કરોડ સુધી નુકસાન હોઈ શકે છે.

શાક, ફળ, ફૂલ, મરી મસાલા પાકોને નુકસાન 

શાક, ફળ, ફૂલ, મરી મસાલાના પાકોનું કુલ વાવેતર 21 લાખ 60 હજાર હેક્ટરમાં 2 કરોડ 86 લાખ ટન આખા વર્ષનું ઉત્પાદન થાય છે. જે હેકટરે સરેરાશ 13 ટન પેદા થાય છે. જેના ભાવનો અને નુકસાનીનો અંદાજ માત્ર 10 ટકા ગણવામાં આવે, 28 લાખ ટન ઉત્પાદન ઓછું થવાની શક્યતા મૂકી શકાય છે.

કમોસમી વરસાદને કારણે સીતાફળના સારા ઉત્પાદન પર વિપરીત અસર થઈ હતી.

ક્યાં વરસાદ

ગીર સોમનાથમાં કમોસમી વરસાદનું જોર: કોડીનાર

મગફળી અને સોયાબીન

25 ઓક્ટોબર 2025

6 દિવસ માવઠું થતાં મોટાભાગનો વિસ્તાર આવરી લીધો છે. ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ

ભાવનગરમાં સીતાફળ ફાટી ગયા હતા, અને બાકીના ખરી ગયા હતા. જેથી 10 થી 20 ટકા જેવું નુકસાન થયું હતું.

27 ઓક્ટોબર 2025

નવસારી જિલ્લામાં ડાંગરના પાક 55 હજાર હેક્ટર વિસ્તારમાં કાપણી કરવાની હતી. ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. ભીંજાયેલ ડાંગર પૌવા મિલ કે રાઈસ મિલ (પ્રોસેસરો) દ્વારા ઓછા ભાવે ખરીદવામાં આવશે.

4 મે 2025

અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન

5 મે 2025

ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે એ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થયો

6 મે 2025

ઉત્તર ગુજરતામાં માવઠું, 168 તાલુકામાં વરસાદ ખાબક્યો

10 મે 2025

કમોસમી કહેર વરસતા તલ, બાજરી, મગ સહિતના પાકને નુકસાન થયું

17 મે 2025

15 માર્ચ 2015માં વરસાદ

સોમનાથના તાલાલામાં માવઠા અને પવનથી કેરીના પાકને ગંભીર અસર કરી છે. કેરી ખરી પડી તેથી

પાકમાં 50% નુકસાન, પપૈયામાં 20%, કેળામાં 15%, તલમાં 40% અને ડાંગરમાં 15% નુકસાન નુકસાનનો અંદાજ હતો.

29 સપ્ટેમ્બર 2025

સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પાછોતરા વરસાદએ વેરેલા વિનાશથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું

કૃષિ વિભાગે 2025-25ના વાવેતર અને ઉત્પાદનના અંદાજો મૂક્યા હતા. પણ ચોમાસા પછીના કમોસમી વરસાદ, કરા, પવનને કારણે ભારે મોટું નુકસાન થાય એવા 3 વરસાદ આવી ગયા છે.

તેથી સરેરાશ 30 ટકા ઉત્પાદન મહત્વના પાકમાં થવાની શક્યતા ખેડૂતો જણાવી રહ્યા છે.

ડાંગર

ડાંગર 9 લાખ હેક્ટરમાં 22 લાખ ટન પાકવાનો અંદાજો કૃષિ વિભાગે મૂક્યા હતા. હેક્ટર દીઠ 2500 કિલો સરેરાશ ડાંગર પાકવાનો અંદાજ હતો.

બીજા ધાનનું વાવેતર

બીજા અનાજ 4 લાખ 78 હજાર હેક્ટર વાવેતર ચોમાસામાં થવાનો અંદાજ હતો.

8 લાખ 72 હજાર ટન અન્ય અનાજ પાકવાનો અંદાજ હતો. હેક્ટર દીઠ 2200 કિલો પાસે એવો અંદાજ હતો. જેમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, નાના અનાજ હતા.

કઠોળ

તુવેર, અડદ, મગ, મેથી સાથે કુલ 4 લાખ 60 હજાર હેક્ટમાં વાવેતર અને 4 લાખ 85 હજાર ટન ઉત્પાદનનો અંદાજ હતો. હેક્ટરે સરેરાશ 1950 કિલો કઠોળ પાકવાના હતા.

તેલીબિયાં

31 લાખ 77 હજાર હેક્ટરમાં તેલિબિયાના વાવેતર અને ઉત્પાદન 85 લાખ ટન અને હેકટરે સરેરાશ 2688 કિલો પાકવાના હતા.

મગફળી

22 લાખ હેક્ટરમાં 66 લાખ ટન પાકવાની હતી. હેકટરે સરેરાશ 2990 કિલો પાકવાની શક્યતા કૃષિ વિભાગે બતાવી હતી.

સોયાબિન

2 લાખ 87 હજાર હેક્ટરમાં વાવેતર અને 4 લાખ 71 હજાર ટન પાકવાની ધારણા હતા. હેકટરે ઉત્પાદન 1642 કિલો પાકે એવો અંદાજ હતો.

એરંડી

એરંડી પણ ખેતરમાં ઉભી છે. જે 6 લાખ 34 હજાર હેક્ટરમાં 14 લાખ 35 હજાર ટન થવાની ધારણા હતી. હેક્ટરે 2265 કિલો થાય તેમ હતી.

કપાસ

કપાસનું વાવેતર 21 લાખ 40 હજાર હેક્ટરમાં થવાની ધારણા છે અને 73 લાખ 38 હજાર ગાંસડી થઈ શકે તેમ હતો. હેક્ટરે 582.49 કિલો થવાની ધારણા હતી.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

PM Modi News:”અમરસિંહ ચૌધરીને ઉંધે ઘોડે બેસાડીશું” ભાજપના નેતાઓ અભદ્ર વાતો કરતા આવ્યા
  • November 8, 2025

PM Modi News: હાલમાં બિહારમાં ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં કેટલાક ઉલટ પુલટ નિવેદનો કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે, તેઓ આ પ્રકારના નિવદેનો આપી…

Continue reading
Ahmedabad: ચૂંટણી ટાણે દારુ, ચવાણું વહેંચનારાઓ વિશાળ ડિમોલિશન થયું પણ ના ફર્યા, સ્થાનિકોએ BJP સરકારને શું કહ્યું?
  • November 7, 2025

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરી વિકાસના માર્ગમાં મહત્વની કડી તરીકે રણુજાનગર વિસ્તારમાં  ગઈકાલે વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોધપુર વોર્ડ નં. 20માં આવેલા આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

  • November 11, 2025
  • 4 views
PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

  • November 11, 2025
  • 2 views
“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

  • November 11, 2025
  • 16 views
Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

  • November 11, 2025
  • 15 views
 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

  • November 11, 2025
  • 19 views
Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

  • November 11, 2025
  • 20 views
Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના