
PM Modi: સ્વયં-ઘોષિત મહાપુરુષ, નોન બાયોલોજિક બ્રાહ્માંડ પુરુષે ફરી એકવાર રડવાનું નાટક કર્યું છે. તેઓ મત ચોરીનો ઉકેલ શોધી શકતા નથી, પરંતુ તે બિહારના લોકો સામે રડી શકે છે. તે મણિપુરની મહિલાઓના સન્માનની ચિંતા કરી શકતા નથી, પરંતુ તે ઓછામાં ઓછું તેમની મૃત માતાના નામે બિહારની મહિલાઓને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. તેઓ તેમના ચીની મિત્ર સાથે હસ્યી, રશિયન મિત્ર સાથે હાથ મિલાવ્યા, તેથી હવે તેમણે બિહારને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે અરુણ કુમાર શર્માજી સાથે નાટક બનાવનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીના ઈરાદા અંગે સિનિયર પત્રકાર રાજેશ ઠાકર અને રાજકીય વિશ્લેષક અરુણ કુમાર શર્માએ ખાસ ચર્ચા કરી હતી.
મોદીની માતા રાષ્ટ્રમાતા અને બીજાની માતાનું શું ?
તાજેતરમાં બિહારના દરભંગામાં કોંગ્રેસ-આરજેડીની રેલી દરમિયાન પોતાની માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ પર પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી PM મોદીએ આ ઘટનાને માત્ર પોતાની માતાનું જ નહીં, પરંતુ સમગ્ર દેશની માતાઓ અને બહેનોનું અપમાન ગણાવ્યું અને તેઓ રડ્યા હતા, ત્યારે પીએમ મોદીએ અનેક વખત રાહુલ ગાંધીની માતાનું અપમાન કર્યું છે તેમના વિશે અયોગ્ય ટીપ્પણી કરી છે. શું તે અપમાન નહોતું ? 50 કરોડની ગર્લફ્રેન્ડ જેવા નિવેદનો વિવાદાસ્પદ નહોતા, જ્યારે સોનિયા ગાંધી બિમાર હતા ત્યારે તેઓ કહેતા હતા કે મા બિમાર બેટા લાચાર, આમ તેમણે કોઈની બિમારીની મજાક બનાવી હતી. કોઈનો પતિ મરી ગયો છે કે, તેને કોંગ્રેસની વિધવા કહીને સંબોધિત કરવા તે અપમાન નથી. આમ કોંગ્રેસની વિધવા,જર્સી ગાય,સૂરપણખા, 50 કરોડની ગર્લફ્રેંડ,જેવા શબ્દો વપરાયા હતા ત્યારે દેશની માતા, બહેનોનું અપમાન નહોતું થયું ?
વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં
મહત્વનું છે કે, તેઓ વિદેશમાં જાય છે ત્યારે હશે છે અને જ્યારે દેશમાં આવે છે ત્યારે રડે છે. શું તેમને અહીં આવીને યાદ આવ્યું કે તેમની માતાનું અપમાન થયું છે.
મોદીએ પોતે જ માતાનો રાજકીય લાભ ઉઠાવ્યો
સિનિયર પત્રકાર રાજેશ ઠાકરે કહ્યું કે, મોદી પોતે જ તેમની માતાનો રાજકીય લાભ ઉઠાવ્યો છે. અત્યાર સુધીમાં કોઈ પ્રધાનમંત્રીએ પોતાની માતાનું મારકેટીંગ નથી કર્યું. તેઓ પોતાની માતાનું અપમાનને દેશની માતાઓ સાથે જોડીને તેનો લાભ ઉઠાવવા માંગે છે. તેમાં સંવેદનશિલતા ક્યાં છે? જ્યારે ભાજપના નેતાઓ બીજાની માતા બહેનો પર ખોટી ટિપ્પણી કરે છે ત્યારે કેમ તેમને કંઈ નથી કહેવામાં આવતું?
આ વિશે વધુમાં સિનિયર પત્રકારોએ શું કહ્યું જાણવા જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ