
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં SP રિંગ રોડ આજે સવાર-સવારમાં જ ભયંકર અકસ્માત થયો છે. મંદિરેથી દર્શન કરી પરત આવતાં પતિ-પત્નીને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયા. મોતથી પરિવારમાં ભારે દુઃખ છવાયું છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.
ટ્રકનું ટાયર ફરી વળ્યું
અમદાવાદના SP રિંગ રોડના પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી પસાર થતાં સમયે આ અકસ્માત થયો છે. બેફામ આવતા ટ્રક ચાલકે દંપતીને અડફેટે લેતા બંનેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. દંપતી મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું. તે સમયે અકસ્માત થયો. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી ટ્રક ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઘટનામાં કોના થયા મોત
કાંતિભાઈ રવજીભાઈ પટેલ (આશરે ઉં.વ. 62) અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ (ઉં.વ. 60)ને ટ્રકે અડફેટે લીધા હતાં. મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતા સમયે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરના અંગો કચ્ચરઘાણ વળી ગયા હતા. જેથી દંપતિનું મોત થતાં પરિવારમાં આક્રંદ છે.







