
Accident people of Karnataka: પોરબંદર-દ્વારકા હાઈવે શ્રધ્ધાળુઓ ભરેલી લક્ઝરી બસને અકસ્મતા નડ્યો છે. સોમનાથથી દ્વારકા તરફ જતી બસ ટ્રક સાથે અથડાઈ હતી. બસમાં કર્ણાટકના યાત્રાળુઓ ભરેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને ટ્રકચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક સોમવારની મોડી રાત્રે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકના યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં 12 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ GUJARAT: 3 CCTV હેકરોના રિમાન્ડ મંજૂર, 1 શખ્સ હજુ પણ ફરાર, હજારો કેમેરા શખ્સોએ કેવી રીતે હેક કર્યા?
આ પણ વાંચો: RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં
આ પણ વાંચોઃ Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળાના રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?