નિજ્જર હત્યા કેસમાં આરોપીઓને જામીન, ટ્રુડોના આક્ષેપનો ફિયાસ્કો

  • World
  • January 9, 2025
  • 1 Comments

કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ અંગે કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓને કેનેડિયન કોર્ટે જ જામીન આપ્યા છે. આરોપીને જામીન મળવાથી કેનેડા સરકાર અને પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. આગામી સુનાવણી હવે 11 ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચારેય આરોપીઓને કાનૂની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી જામીન પર મુક્ત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચારમાંથી ત્રણ પ્રતિવાદીઓ વીડિયો દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે ચોથાનું પ્રતિનિધિત્વ વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું.

પોલીસ કોર્ટમાં હાજર રહી ન હતી

હકીકતમાં આ કેસમાં કેનેડિયન પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે. નીચલી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતાં પોલીસ કોર્ટમાં હાજર રહી ન હતી. પોલીસની આ નિષ્ક્રિયતા જોઈને કેનેડાની સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કર્યા. જે ચાર આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહનો સમાવેશ થાય છે. કેનેડા સરકારના દસ્તાવેજો અનુસાર, આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં નથી.

આ સમાચાર પણ વાંચોઃ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ: ગાંધીનગર શિક્ષણ વિભાગની તપાસ

મે મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી

આ આરોપીઓની નિજ્જર હત્યા કેસમાં 2024ના મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ(RCMP)ની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે હત્યા અને હત્યાના કાવતરાના આરોપસર તેમની ધરપકડ કરી. આમાંથી ત્રણ આરોપીઓ એડમોન્ટનના રહેવાસી હતા, જ્યારે ચોથા આરોપી અમરદીપ સિંહની 11 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ બધા પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને કાવતરાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.

શું હતો આખો મામલો

18 જૂન 2023ના રોજ કેનેડાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ અને હત્યાઓ માટે વોન્ટેડ, હરદીપ નિજ્જર 1997 માં કેનેડા ભાગી ગયો. તેમની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી ગયો. કેનેડાએ આ હત્યા માટે ભારતને દોષી ઠેરવ્યું હતું, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

ભારત પર સંડોવણીનો આરોપ

જસ્ટિસ ટ્રુડોએ પણ ભારત પર આ હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. તેમણે 18 જૂન 2023ના રોજ સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારતીય સરકારી એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. ભારતે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો હતો અને કેનેડા દ્વારા ક્યારેય કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ કેસમાં ચાર આરોપીઓની મુક્તિ જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલીઓમાં વધુ વધારો કરી શકે છે. જેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.

 

આ સમાચાર પણ વાંચોઃ JUNAGADH: ખેડૂતો માટે અનોખો વિરોધ, AAP પાર્ટીએ ભીખ માગી, જુઓ

Related Posts

Iran US War: ઈરાન-અમેરિકા યુદ્ધમાં તણાવ ચરમસીમાએ, 5 તેલ ટેન્કર પર હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર
  • September 9, 2026

Iran US War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બુધવારે તણાવ વધુ ગંભીર બન્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાનના પાંચ તેલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ઈરાનના…

Continue reading
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?
  • September 8, 2026

AfD Germany: જર્મનીના પૂર્વીય રાજ્ય સૈક્સોની-આનહાલ્ટની ચૂંટણીમાં દક્ષિણપંથી અને પ્રવાસી વિરોધી પાર્ટી અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD)ના શાનદાર પ્રદર્શનથી દેશની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. AfDએ આશરે 43.8 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

  • September 13, 2026
  • 2 views
Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

  • September 13, 2026
  • 3 views
Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

  • September 13, 2026
  • 5 views
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

  • September 13, 2026
  • 5 views
Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત

  • September 13, 2026
  • 8 views
Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત

BRICS Declaration 2026: BRICS ઘોષણાપત્રમાં અમેરિકા અને ટ્રમ્પના નામ વિના પણ કડક સંદેશ, ટેરિફથી ગાઝા સુધી ઉઠાવ્યા સવાલ

  • September 13, 2026
  • 10 views
BRICS Declaration 2026: BRICS ઘોષણાપત્રમાં અમેરિકા અને ટ્રમ્પના નામ વિના પણ કડક સંદેશ, ટેરિફથી ગાઝા સુધી ઉઠાવ્યા સવાલ