
Adani Group Case in America: અમેરિકન કોંગ્રેસના છ સભ્યોએ બાઈડનના વહીવટીતંત્રના ન્યાય વિભાગ દ્વારા અદાણી જૂથ સામે તપાસની માંગ કરી છે. આ અંગે, યુએસ કોંગ્રેસ કોકસે યુએસએ એટર્ની જનરલ એજી બોન્ડીને પત્ર લખ્યો છે. સાંસદ લાન્સ ગુડન, પેટ ફેલોન, માઇક હેરિડોપોલોસ, બ્રાન્ડન ગિલ, વિલિયમ આર. ટીમન્સ IV, બ્રાયન બેબીન, ડીડીએસએ આક્ષેપ કર્યા છે. જેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો છે અને કહ્યું છે કે બાઈડને સોંપેલી તપાસમાં શંકા છે. સાંસદોનું કહેવું છે કે બાઈડના કાર્યોથી અમેરિકાના હિતોને નુકસાન થયું છે. સાંસદોનું માનવું છે કે ભારત સાથે ખોટી રીતે અમેરિકા સબંધો બગાડી રહ્યું છે. તેમણે ભારત સાથે સબંધ બગાડવી ચિંતા સતાવી રહી છે.
‘કોંગ્રેસના સભ્યો આરોપ છે કે જે લોકોએ આપણા અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપ્યું છે અને હજારો નોકરીઓનું સર્જન કર્યું છે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયો દ્વારા, આવા રોકાણકારોને આપણા અર્થતંત્રમાં યોગદાન આપતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અમેરિકન હિતોને મોટો ફટકો છે.’
‘અમેરિકાના હિતોને નુકસાન થયું’
યુએસ કોંગ્રેસના સભ્યોએ અદાણી કંપની સામેની તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને આ કાર્યવાહીની નવેસરથી તપાસની માંગ કરી છે. તેમણે પાછલી યુએસ સરકાર દરમિયાન ન્યાય વિભાગ (DOJ)ના કેટલાક નિર્ણયોને શંકાસ્પદ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ન્યાય વિભાગના કેટલાક નિર્ણયોમાં કેટલાક કેસોને પસંદગીપૂર્વક ચલાવવામાં આવ્યા હતા જ્યારે કેટલાકને છોડી દેવામાં આવ્યા હતા. આનાથી માત્ર અમેરિકાના સ્થાનિક અને વિદેશમાં હિતોને જ નહીં, પરંતુ ભારત જેવા નજીકના સાથી દેશો સાથેના આપણા સંબંધોને પણ જોખમમાં મૂક્યા છે.
અમેરિકામાં અદાણી પર લાગ્યા હતા આરોપ!
ગત વર્ષે અમેરિકામાં ગૌતમ અદાણી ગૃપ પર અમેરિકામાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગૌતમ અદાણી પર અમેરિકામાં તેમની એક કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને પછી આ બાબત છુપાવવાનો આરોપ છે. જો કે અદાણી ગ્રુપે એક નિવેદન બહાર પાડીને આ આરોપોને નકારી કાઢ્યા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા.
આ પણ વાંચોઃ Mayabhai Ahir: લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ચાલુ ડાયરમાં તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચોઃ Rajkot માં ડબલ મર્ડર: બે ભાઈઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા