
- રાજ્યમાં વહીવટી વિભાગે GAS કેડરના 11 અધિકારીઓને આપી બઢતી
રાજ્યમાં GAS કેડરના 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગરના સહાયક વિકાસ કમિશનર એસ.ડી. મોઢ, ગાંધીનગરના વિશેષ જમીન સંપાદન અધિકારી એ.ડી. વણઝારા, અમદાવાદ જિલ્લાના સાણંદના પ્રાંત અધિકારી ડી.બી. ટાંક સહિતના અધિકારીઓની બઢતી કરવામાં આવી છે.
આ અધિકારીઓ હવે જિલ્લા કક્ષાએ વિકાસલક્ષી કાર્યોની દેખરેખ અને સંચાલન કરશે અને જિલ્લાઓના વિકાસને નવી દિશા આપશે. વર્ષ 2024 ની પસંદગી યાદીમાં વધુ 15 અધિકારીઓને IAS અધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આ નોમિનેશન ગુજરાતના વહીવટી તંત્રમાં એક સકારાત્મક પરિવર્તન લાવશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરશે. GAS કેડરના અનુભવી અધિકારીઓને IAS તરીકે સ્થાન મળવાથી રાજ્યના વહીવટી તંત્રને એક નવો દ્રષ્ટિકોણ અને અનુભવ મળશે. જે જાહેર સેવા અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે. આ નિર્ણય ગુજરાતના વહીવટી સેવા અધિકારીઓ માટે પ્રેરણાદાયી છે અને અન્ય અધિકારીઓને પણ વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે.
- પી. એ. નિનામા
- કે. પી. જોષી
- બી. એમ. પટેલ
- કવિતા રાકેશ શાહ,
- બી.ડી. દવેરા
- એ.જે. ગામિત
- એસ. કે. પટેલ
- એન. એફ. ચૌધરી
- એચ. પી. પટેલ
- જે. કે. જાદવ
- ડી. કે. બ્રાહ્મભટ્ટ
- એમ. પી. પંડ્યા
- આર. વી. વાલા
- આર. વી. વ્યાસ
- એન. ડી. પરમાર