
ચેમ્પિયન ટ્રોફીમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને આઠ રને માત આપીને રોમાંચક મેચમાં જીત મેળવી લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની 8મી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 326 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડ 317 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે ઇબ્રાહિમ ઝદરાનની સદીના આધારે 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા. જાદરને 146 બોલમાં 177 રનની ઇનિંગ રમી. જેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. ઝદરાન આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો.
ફઝલ-હક-ફારુખીએ આર્ચરને પેવેલિયન મોકલ્યો હતો. ઓમરઝાઈએ જીમી ઓવરટન (32 રન), જો રૂટ (120 રન), જેમી ઓવરટન (120 રન), કેપ્ટન જોસ બટલર (38 રન) અને ફિલ સોલ્ટ (12 રન) ની વિકેટ પણ લીધી. રૂટે સાડા પાંચ વર્ષ અને 40 વનડે બાદ વનડેમાં સદી ફટકારી છે. તેણે જૂન 2019 માં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની છેલ્લી સદી ફટકારી હતી.
મોહમ્મદ નબીએ હેરી બ્રુક (25 રન) અને જેમી સ્મિથ (9 રન) ને પેવેલિયન મોકલ્યા. રાશિદ ખાને બેન ડકેટ (38 રન) ની વિકેટ લીધી. લિયામ લિવિંગસ્ટોન 10 રન બનાવીને આઉટ થયો હતો.
બંને ટીમોની પ્લેઇંગ-11
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદીન નાયબ, રાશિદ ખાન, નૂર અહમદ અને ફઝલ-હક ફારૂકી.







