
અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. જેને કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેબીસ ફ્રી અમદાવાદ સિટી 2030 એક્શન પ્લાન હેઠળ શ્વાનના માલિકો રજિસ્ટ્રેશન કરાઈ રહ્યાં છે. છેલ્લા 10 દિવસમાં પ્રાણીઓના માલિકોએ 1261 પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 282 માલિકોના 317 શ્વાનનું રજિસ્ટ્રેશન થયું છે. અમદાવાદ શહેરમાં પોમરીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રિટ્રેવર બ્રીડના શ્વાન પ્રથમ પસંદગી ધરાવે છે. પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આગામી 31 માર્ચ નક્કી કરવામાં આવી છે.
તમે ઘરમાં પાલતું શ્વાન રાખતા હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેને લઈ 1 જાન્યુઆરીથી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રોડ પર રખડતા શ્વાન અંગેની ગણતરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જે લોકો ઘરમાં પાલતું કુતરા રાખે છે, તેવા કુતરાઓની ગણતરી કરવામાં આવતી ન હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ https://ahmedabadcity.gov.in પર જવું.
જેમાં important linksમાં ક્લીક કરતાની સાથે અજદારનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો નાખવાની રહેશે
બાદમાં તરત ઓટીપી માંગવામાં આવશે.
જેમાં ઓટીપી નાખતાની સાથે જ એક લિંક ખુલશે.
જેમાં પેટ ડોગના રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.
શ્વાનના માલિકના નામ મો. નંબર, રહેઠાણ, કૂતરાની જાત તેનો પ્રકાર અને તેની ઉંમર સહિતની વિગતો નાખવી
કુતરાની નોંધણી ફી કેટલી?
ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાળતુ શ્વાન નોંધણી ફી રૂપિયા 200 ચૂકવવાના રહેશે. જેમાં pay પર ક્લિક કરી ફી ચૂકવી શકાશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.
વધુ વાંચોઃમહેસૂલ વિભાગે વર્ગ 1ના 8 અધિકારીઓની કરી બદલી, નવી મનપાઓમાં ડેપ્યુટી કમિશનર તરીકે ટ્રાન્સફર
આટલા દિવસોમાં કરાવું પડશે રજીસ્ટ્રેશન
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પેટ ડોગનું રજીસ્ટ્રેશન આજે 1 જાન્યુઆરી 2025 થી 90 દિવસ સુધીમાં કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન કરવા જરૂરી પુરાવા
અરજદારનું આધાર/ચૂંટણી કાર્ડ, ટેક્સ બિલ
લાઈટ બિલ
પાલતું શ્વાનનો ફોટો
શ્વાન રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ
કેમ જરુરી રજીસ્ટ્રેશન?
શ્વાન માલિકની જવાબદારી હોય છે કે એમણે પાળેલા શ્વાનથી પાડોશી કે બીજા કોઈને પરેશાની ન થાય, કે એના રહેઠાણ અને આરામને લઈને કોઈને તકલીફ ન પડે. વ્યવસાયીક, વેચાણ, ખરીદીના ઉદ્દેશ્યથી રહેણાંક વિસ્તારમાં કે પછી કોઈ ઘર કે ફ્લેટમાં શ્વાન પ્રજનન કેન્દ્ર ચલાવવું પ્રતિબંધિત છે.
શ્વાનના લાયસન્સની અવધી એક વર્ષ હોય છે. અને તે દર વર્ષે 31 માર્ચે સમાપ્ત થઈ જાય છે. લાયસન્સનું નવીનીકરણ મ્યુનિસિપલ કમિશનર અથવા લાયસન્સ ઓથોરિટીના સંતોષજનક રિપોર્ટ અને રજીસ્ટરર્ડ પશુચિકિત્સક દ્વારા જાહેર રસીકરણના રેકોર્ડના પ્રમાણબાદ કરવામાં આવે છે. રિન્યુએશન માટે દર વર્ષે એકથી ત્રીસ એપ્રિલની વચ્ચે અરજી કરવાનું હોય છે.