Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 148મી રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના અદ્ભુત સમન્વય સાથે શરૂ થઈ છે. પરંપરા મુજબ, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સવારે 7 વાગ્યે રથમાં બિરાજી નગરચર્યા માટે નીકળ્યા હતા. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે તેમજ આ રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરવામાં આવ્યો હતો.

પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

મહત્વનું છે કે, અમદાવાદમાં પ્લેન ક્રેશની દુખદ ઘટના બની જેમાં 279 લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટના બાદ એવી ચર્ચા હતી કે, ભગવાન જગન્નાથ રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નિકળશે. જગન્નાથ મંદિરમાં ટ્રક સંચાલક એસોસિએશન સાથે બેઠક મળી હતી. જે બાદ ખાસ રથયાત્રા મોટર એસો.ના પ્રમુખે એવું નિવેદન આપ્યું હતુ કે, પ્લેન દુર્ઘટના અને પહેલ ગામ હુમલા ઘટના બાદ ખોટી રીતે શોર નહીં પરંતુ ધાર્મિકતા સાથે રથયાત્રા કાઢવામાં આવશે જે બાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે. ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ કરીને નિર્ણય લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

Ahmedabad

જગન્નાથની ભક્તિની સાથે મોદી ભક્તિ

ત્યારે હવે જ્યારે આ રથયાત્રા કાઢવામાં આવી છે ત્યારે રથયાત્રામાં ટ્રકોને ઓપરેશન સિંદૂરની થીમ સાથે સણગારવામાં આવી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથની ભક્તિની સાથે ઓપરેશન સિંદૂરના નામે મોદી ભક્તિ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રથયાત્રામાં ટ્રકો પર મોદીના મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, ઓપરેશન સિંદૂરને નરેન્દ્ર મોદીએ પાર પાડ્યું હોય તેવું તંત્ર દ્વારા બતાવવામાં આવી રહ્યું છે અને સેનાની કામગીરીનો શ્રેય લેવામાં આવી રહ્યો છે.

 ભગવાન જગન્નાથની રથયાત્રાને પણ ન છોડી 

મહત્વનું છે કે, હજુ તો પહેલગામનો બદલો લેવામાં આવ્યો નથી, જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તે પણ ખોટા હોવાનું સામે આવ્યું છે.ત્યારે પહેલગામનો બદલો લીધા વગર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરના નામે વાહવાહી લૂંટવામાં આવી રહી છે તે પણ એવા સમયે જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશનમાં આટલા લોકોના મોત થયા છે જેનો થોડો પણ મલાજો તંત્ર દ્વારા જાળવવામાં નથી આવી રહ્યો.

ઉલ્લેખનીય છે કે, જ્યારે નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ જ્યાં તેઓ જવાના હત ત્યાં સમગ્ર શહેરને ઓપરેશન સિદૂરની થીમ સાથે સણગારમાં આવ્યું અને તેમાં નરેન્દ્ર મોદીના મોટા મોટા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ વખતે સિંદૂરીયા ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. રથયાત્રામાં દેશભક્તિનો રંગ જોવા મળે પરંતુ જે કામ હજુ પુરુ નથી થયું તેનો શ્રેય લેવામાં આવી  રહ્યો છે અને તે પણ એવા સમયે જ્યારે અમદાવાદમાં આટલા બધા લોકોના મોત થયા છે આવા સમયે  આપરેશન સિંદૂરનો જશ લેવામાં ભગવાન જગન્નાથને પણ નથી છોડવામાં આવ્યા.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?

Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ