
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગીચ વિસ્તાર જમાલપુર બ્રિજ પાસે આજે સવારે અકસ્માત થયો હતો. વૃદ્ધ દંપતીની કારે જમાલપુર બ્રિજ પાસે નીચે બેસી શાકભાજી વેચતી એક મહિલા સહિત 3 લોકોને અડેફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતાં રોડ પર ભાગદોડ મચી ગઈ હતી.
કાર પહેલા બ્રિજની દીવાલ સાથે કાર અથડાઈ હતી. જે બાદ બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતી મહિલા પર ચઢી ગઈ હતી. પોલીસે દોડી આવી કારચાલકની ધરપકડ કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મહિલાનો જીવ જતાં પરિવારમાં ભારે ગમનીતા છવાઈ ગઈ છે.