
E-commerce fraud Ahmedabad: તાજેતરમાં અમદાવાદના રીલિફ રોડ પરની એક ઓફિસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું ઝડપાયું હતુ. આ ઓનલાઈન જુગારધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇ કોમર્સ(-e-commerce) સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણ શખ્સોની ટોળકી ઈ કોમર્સ વેબસાઈટને હેક કરી તે વેબસાઈટ પરથી મોંઘી વસ્તુઓ ખરીદી કિંમતમાં ચેડાં કરી છેતરપિંડી કરતી હતી. ત્યારે આ મામલે વધુ 1 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં ખુલાસો છેલ્લા દોઢ બે વર્ષમાં એક બે નહીં પરંતુ 7 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઓનલાઇન અને સટ્ટા બેટિંગની અલગ અલગ વેબસાઈટના ક્લાયન્ટ આઈડી મેળવી મોબાઇલ અને લેપટોપમાં કેટલાક આરોપીઓ રિલીફ રોડ પાસે એક ઓફિસમાં સટ્ટા રમાડે છે. જેના આધારે તપાસ કરતાં ત્યાંથી આ ત્રણે આરોપીઓ ઝડપાઈ ગયા હતા. વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ મડતા અને આદિલ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓએ સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઈટ ડિ-બંગિગ હેક કરી વેબસાઈટ પરથી નજીવા ભાવે વસ્તુઓ ખરીદી બનાવટી સરનામા પર મેળવી છેતરપિંડી આચરતાં હતા.
વધુ એક આરોપીની ધરપકડ
આ સમગ્ર છેતરપીંડી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. એક્સીસ બેન્કના રાપણીપ બ્રાંચની ફોરેન ચેસ્ટ કરન્સનીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ જ બેન્કના અન્ય 4 બેંકકર્મીઓ પણ સંડોવાયેલા હાવાનું બહાર આવ્યા છે. જેથી ક્રાઈમ બ્રાંચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વિજય વાઘેલા અને સહદેવ ખોખર વચ્ચે જૂૂનો નાતો
આરોપી વિજય અને મેનેજર સહદેવ કોલેજના મિત્રો હોવાનું બહાર આવ્યું છે. જેથી બંને એકબીજામાં સંપર્કમાં હતા તે સમયે વિજયે સહદેવને રૂપિયાની લાલચ આપીને કોડ મેળવવાની વાત કરી હતી જેથી રૂપિયાની લાલચમાં આવીને સહદેવે કોડ વોટ્સઅપથી આપવાના શરૂ કર્યા હતા.
બાપુનગરના ઈસમની સંડોવણી હોવાની આશંકા
બાપુનગરનો જય નામનો આરોપી જે વસ્તુઓ આ લોકો પાર્સલમાં મંગાવતા હતા તે સસ્તા ભાવે વેચીને પોતાનું કમિશન લઇને બાકીના રૂપિયા આરોપીઓને આપતો હતો. જ્યારે સોનુ જેવી વસ્તુઓ જય માણેકચોકમાં સસ્તામાં વેચીને રૂપિયા લેતો હતો. જ્વેલર્સ સાથે જયની મિલિભગત હોવાથી તે ચોરીનું સોનું પણ ત્યાં ઓગાળીને વેચી મારતો હોવાના અહેવાલ છે. હાલ જય ફરાર થઈ જતા તેનીધરપકડની કાર્યવાહી શરુ કરી છે.
સાંંભળો ફ્રોડ અંગે DCP અજિત રાજીયાને (ક્રાઈમ બ્રાંચ અમદાવાદ) શું કહ્યું?
આ પણ વાંચોઃ વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારતને કેમ ન મળ્યું સ્થાન?