
Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવાર સવારમાં ભયંકર અકસ્માત થયો છે. AMTS પાછળ કાર ઘૂસી જતાં કારચાલકની સાઈડમાં બેઠલી વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.
આજે વહેલી સવારે ચાંખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ તરફતારે આવી સીધી બસમાં ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સાઈડમાં બેઠેલી વ્યક્તિનું મોત થયું છે. જ્યારે કારચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની હાલત પણ નાજૂક હોવાની જાણવા મળી રહ્યું છે.
બસમાં રહેલા મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ થઈ છે. અકસ્માતથી બસમાં રહેલા મુસાફરો ભયભીત થઈ ગયા હતા. મુસાફરો ચીસો પાડી ઉઠ્યા હતા. જો કે અકસ્મતમાં ભોગ બનનારનું નામ સામે આવ્યું નથી. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Valsad: બાળક અને પત્નીને ઝેરી આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?
આ પણ વાંચોઃ ઇજિપ્તના લાલ સમુદ્રમાં સબમરીન ડૂબી, 6 લોકોના મોત, 29ના જીવ બચ્યા | Tourist Submarine
આ પણ વાંચોઃ Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?
આ પણ વાંચોઃ હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish