
Ahmedabad: ગુજરાતમાં ગૌ હત્યાને લઈ કડક કાયદો છે. ત્યારે અમદાવાદમાં બે ગૌ હત્યાના ગુનેગારોને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં આ મોટો ચુકાદો આપ્યો છે. ઉપરાંત 1 લાખ રૂપિયા દંડ ભરવો પડશે.
2023માં નોંધાયો હતો પશુ હત્યાનો ગુનો
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2023માં મોહસીન શેખ અને ઈમરાન શેખ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગૌ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેશન ઓફ ક્રૂઅલ્ટી એનિમલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધારાની છ માસની સજા કરવામાં આવશે.
મહત્વનું છે કે ગુજરાતમાં ગૌહત્યા સાથે સંબંધિત કેસો ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ, 2017 હેઠળ નોંધાય છે, જે ગૌહત્યાને ગંભીર ગુનો ગણવામાં આવે છે.
આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધુ, PoK ખાલી કરવું પડશે, વાંચો વધુ
આ પણ વાંચોઃ Delhi Budget 2025: દિલ્હીનું પહેલીવાર 1 લાખ કરોડનું બજેટ, મુખ્યમંત્રીની જાહેરાત, જાણો વધુ
આ પણ વાંચોઃ Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે
આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈનો રેલવ વ્યવહાર પુનઃ શરુ, વટવા નજીક ક્રેન તૂટી પડી હતી | Crane collapses