અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ₹3.45 કરોડનો ડ્રગ્સ

  • India
  • March 13, 2025
  • 0 Comments
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો ₹3.45 કરોડનો ડ્રગ્સ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રમકડાની આડમાં વિદેશથી આવેલા ગાંજાની દાણચોરીને પકડી પાડવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસથી પાર્સલમાં આવેલા 3.45 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વિદેશથી રમકડાના પાર્સલમાં ગાંજાની તસ્કરીની માહિતી મળી હતી. પોલીસને જાણવા મળ્યું હતુ કે, કેટલાક લોકો વીપીએન અને ડાર્કવેબની મદદથી ઓનલાઈન ગાંજો મંગાવીને શહેરમાં વેચાણ કરી રહ્યા છે. તેથી ક્રાઈમ બ્રાન્ચે રમકડાની આડમાં શહેરમાં લાવવામાં આવી રહેલ ગાંજાના મસમોટા જથ્થાને ઝડપી પાડવા માટે પ્લાનિંગ બનાવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ખ્યાલ આવી ગયો હતો કે શું ખેલ ખેલવામાં આવી રહ્યો છે. તેથી તેઓ વિદેશથી આવતા પાર્સલો ઉપર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં એક શંકાસ્પદ કુરિયર આવી પહોંચે છે. આ કુરિયરમાં રમકડા હોવાનું પ્રથમ નજરે ખ્યાલ આવતો હતો. પરંતુ સાવચેત પોલીસે સમય ગુમાવ્યા વગર ત્રાટકીને કુરિયરમાં રમકડાની આડમાં છૂપાવેલ 3.45 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

મળી રહેલી માહિતી અનુસાર, પોલીસના હાથમાં આવેલ ડ્રગ્સ વિવિધ પ્રકારનું છે. જેમાં હાઈબ્રીડ ગાંજો, એમ.ડી, ચરસ જેવા ભયંકર ડ્રગ્સ મળ્યા છે. આ તમામ જથ્થો કેનેડા, થાઈલેન્ડ, યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદેશથી મંગાવવામાં આવતા ડ્રગ્સ મામલે વધારે તપાસ કરીને તેના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોતાની આગળની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રગ્સના રિસિવર અંગેની તપાસ કરવામાં આવી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- તુષાર ગાંધીએ RSSને ‘કેન્સર’ ગણાવતા સંઘના સભ્યોએ શું જવાબ આપ્યો

  • Related Posts

    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ
    • March 6, 2026

     Air Force: આસામના કાર્બી આંગલોંગમાં વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ શહીદ થયા હતા જેમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકરનો સમાવેશ…

    Continue reading
    Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
    • March 4, 2026

    Stock Market Crash 2026: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે, સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને રૂપિયો ₹૯૨.૧૫ ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે,ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આજે ભારતીય શેરબજારમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

    • March 6, 2026
    • 6 views
    Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

    Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 6, 2026
    • 7 views
    Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

    Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

    • March 6, 2026
    • 10 views
    Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

    Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

    • March 6, 2026
    • 11 views
    Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

    Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

    • March 6, 2026
    • 18 views